આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મૂખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમનાથ પહોંચ્યા છે. દિલ્લીથી પોરબંદર ખાતે હવાઈ માર્ગે આવીને બાયરોડ વાહનોના કાફલા સાથે સોમનાથ ખાનગી હોટલે પહોંચ્યા, ક્યાં પ્રદેશ આપ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને સ્થાનીક આપ નેતા જગમાલ વાળાએ તેમજ આપ નેતાઓ, હોદેદારોએ એમનું સ્વાગત કર્યું. અરવિંદ કેજરીવાલ આજે સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરશે આવતીકાલે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કરીને રાજકોટ માટે રવાના થશે.
સોમનાથ મંદિરેથી મહાદેવના આશીર્વાદ લીધા બાદ અરવિંદ કેજરીવાલ સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. અને બપોરે રાજકોટમાં જ ટ્રેડર્સ સાથેના ટાઉન હોલ કાર્યક્રમને સંબોધિત કરશે.



.png)