તાપી જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૫,૯૧૯ હેકટરમાં વાવેતર કરાયું

0
તાપીજિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની પધરામણી થતાં અત્યાર સુધીમાં સરેરાસ-૮૨૭ મીમી/૩૩ઈચ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા ૧૦ દિવસથી ભારે વરસાદના પગલે ખેતરોમાં વાવણી/રોપણીની કામગીરીમાં ખલેલ પડ્યો હતો. પરંતુ જિલ્લામાં વરસાદનો જોર હળવો થતાં ધરતી પુત્રો ફરી વાવેતરમાં જોડાઈ ગયા છે.



જિલ્લામાં ખેડૂતોએ ખેતરમાં જુવાર, મકાઇ, તુવેર, કપાસ, સોયાબીન, અને શાકભાજી સહિતની રોપણી ચાલુ કરી દીધી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ- ૪૫,૯૧૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. તાપી જિલ્લાની પરિસ્તિથિ જોઈએ તો દર વર્ષે સરેરાસ ૧,૧૪,૨૬૧ વિસ્તારમાં વાવેતર થાય છે. જેની સામે આ વર્ષે રોપણીની શરૂઆત સારી થવા પામી છે.

ચાલુ વર્ષે જિલ્લામાં ૧૯ જૂનથી ચોમાસનો પ્રારભ ઝરમર વરસાદથી થતાં ધરતીપુત્રો દ્વારા વાવણીની શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન ખરીફ પાકોમાં ડાંગર, જુવાર,મકાઇ,તુવેર,મગ,અડદ,મગફળી,કપાસ,સોયાબીન,વિવિધ શાકભાજી અને ઘસચારોનું વાવેતર થયું છે. જિલ્લામાં આજદિન સુધીની સ્થિતિ મુજબ અત્યાર સુધી સૌથી વધુ ડાંગરનું વાવેતર કુલ-૧૪,૫૮૮ હેક્ટર વિસ્તારમાં થયું છે. પાક અનુસાર જોઈએ તો, તાપી જિલ્લામાં અત્યાર સુધી ડાંગરનું વાવેતર ૧૪,૫૮૮,જુવાર-૨૭૬૦ હેક્ટર, મકાઇ-૧૩૧૭ હેક્ટર, તુવેર-૭૫૩૨ હેક્ટર,મગ-૮૭ હેક્ટર,અડદ-૪૩૮ હેક્ટર,મગફળી-૧૩૧૪ હેક્ટર,સોયાબીન-૫૩૨૪ હેક્ટર,શાકભાજી-૨૬૨૩ હેક્ટર,અને ઘાસચારો-૧૦૨૫ હેક્ટર વિસ્તારમાં મળી જિલ્લામાં કુલ-૪૫,૯૧૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

તાપી જિલ્લા ખેતીવાડી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર તાપી જિલ્લામાં જોઈએ તો સૌથી વધુ ૧૫,૭૪૫ હેક્ટર વાવેતર સોનગઢ તાલુકામાં થયું છે. ૮૦૯૨ હેક્ટર કુકરમુંડા તાલુકામાં,૬૩૮૪ હેક્ટર ઉચ્છલ તાલુકામાં, ૫૯૯૪ હેક્ટર ડોલવણ તાલુકા,૫૧૩૮ નિઝર તાલુકા,3651હેક્ટર વ્યારા તાલુકા અને સૌથી ઓછું ૯૧૫ હેક્ટર વાલોડ તાલુકામાં વાવેતર થયું છે. સામાન્ય રીતે જુલાઇ મહિનામાં જિલ્લામાં વવેતરની પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે. પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને પગલે વ્યવણીની પ્રક્રિયા ખેડૂત મિત્રો દ્વારા હાલ શરૂ કરવામાં આવી છે. જે અંદાજિત આગામી એક મહિના દરમિયાન વાવેતરની સંપૂર્ણ પ્રક્રિયા સમગ્ર પથકમાં પૂર્ણ કરવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top