પૂરગ્રસ્ત ગુજરાત માટે સરકારનો સંવેદનશીલ નિર્ણય, નગરપાલિકાઓને જાહેર કરી સહાય

0
Gujarat Rain News : રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત

ગાંધીનગર :આજે રાજ્યના 123 તાલુકામાં વરસાદ છે. જેમાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં 6.72 ઈંચ વરસાદ છે. તો 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ છે. ગુજરાતની શરૂઆતની વરસાદી સીઝનમાં જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અનેક નગરો અને શહેરો પાણીમાં ડૂબેલા છે. ત્યારે રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યની 156 નગરપાલિકાઓને કુલ 17.10 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.

રાજ્યના નગરોમાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય અપાશે. સાથે જ નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાંકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે.

આ હેતુસર રાજ્યની તમામ 156 નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવા આ ગ્રાંટ ઉપયોગમાં લેવાશે. મુખ્યમંત્રીએ આ નાણાંકીય સહાયના ધોરણો પણ નિર્ધારિત કર્યા છે. ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂપિયા 20 લાખ પ્રમાણે કુલ રૂપિયા 4.40 કરોડની રકમ અપાશે.
‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૪.૫૦ કરોડ ફાળવવામાં આવશે
‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ રૂ. ૧૦ લાખ પ્રમાણે કુલ રૂ. ૬ કરોડ આપવામાં આવશે
‘ડ’ વર્ગની ૪૪ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૨.૨૦ કરોડની રકમ મળશે

મુખ્યમંત્રીએ આ 17.10 કરોડ રૂપિયાની ફાળવણી કરતા હવે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વરસાદી સ્થિતિ પછીની સાફ સફાઇ અને ભરાયેલા વરસાદી પાણીના નિકાલ સહિતની નગર સુખાકારી કામગીરીમાં વધુ ગતિ આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top