પાલિકા ઉપપ્રમુખનું ડી.જી.વી.સી.એલ વિભાગની કામગીરીની સરાહના કરી વિવિધ યોજનાઓનો લાભ લેવા આહ્વાન
સોલાર પંપ યોજના માટે કેન્દ્ર સરકાર 30% સબસિડી આપશે અને રાજ્ય સરકાર 30% સબસિડી આપશે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સેતુ સાધીને ઉર્જા વિભાગની મુખ્ય સિદ્ધિઓને જનસમૂહ સમક્ષ મૂકવા “ઉજ્જવળ ભારત: ઉજ્જવલ ભવિષ્ય: પાવર 2047” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં ગઈકાલે શનિવારે સોનગઢ તાલુકાના મહારાજા અગ્રસેન ભવન ખાતે “ઉજ્જવળ ભારત: ઉજ્જવલ ભવિષ્ય: પાવર 2047” કાર્યક્રમ નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવના ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
અધ્યક્ષસ્થાનેથી ભાવનાબેને જણાવ્યું હતું કે, ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય: પાવર 2047ની છત્રછાયા હેઠળ વધુ લોકભાગીદારી અને વીજ ક્ષેત્રના વિકાસને નાગરિકો સુધી પહોંચાડવા માટે સમગ્ર દેશમાં વીજળી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે. તેમણે સરકારે 2020ના વીજળી નિયમો કે ગ્રાહકોના અધિકારો અંગે વિસ્તૃત માહિતી આપતા ઉમેર્યુ હતું કે, નવું કનેક્શન મેળવવા માટેની સરકાર દ્વારા મહત્તમ સમય મર્યાદા જાહેર કરવામાં સાથે ગ્રાહકો હવે રૂફ ટોપ સોલાર અપનાવીને ગ્રાહકો કન્ઝ્યુમર નહિ પ્રોઝ્યુમર બની રહ્યા છે. તેમણે સમયસર બિલિંગ સુનિશ્ચિત કરવા, મીટર સંબંધિત ફરિયાદોના નિરાકરણ અને રાજ્ય નિયમનકારી સત્તા અન્ય સેવાઓ માટે ડિસ્કોમ ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે 24X7 કોલ સેન્ટર અંગે જાણકારી આપી હતી. તેમણે 2018 માં 987 દિવસમાં 100% ગ્રામ વિદ્યુતીકરણ (18,374) હાંસલ કર્યું અંગે જણાવી રાજ્ય સહિત તાપી જિલ્લામાં ડી.જી.વી.સી.એલ વિભાગની કામગીરીની સરાહના કરી વિવિધ યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું હતું.


.png)