શ્રીલંકાના નવા વડાપ્રધાન:રાષ્ટ્રપતિ રાનિલની સાથે અભ્યાસ કર્યો હતો, બંને પર હવે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો ભાર

0
દિનેશ ગુણવર્ધનેને શ્રીલંકાના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમની વડાપ્રધાનપદે નિમણૂક કરી છે. ગુણવર્ધને એજ્યુકેશન મિનિસ્ટર રહી ચૂક્યા છે. તેમને વર્ષ 2020ની સંસદીય ચૂંટણી પછી વિદેશ મામલાના મંત્રી તરીકે નીમવામાં આવ્યા હતા. તે રાનિલ વિક્રમસિંઘેના સહઅધ્યાયી રહ્યા છે.



વિક્રમસિંઘે અને ગુણવર્ધનેની જોડી પર હવે શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર લાવવાનો ભાર છે.

શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની વિરુદ્ધ દેખાવો ઉગ્ર
રાનિલ વિક્રમસિંઘ રાષ્ટ્રપતિ બન્યા પછી શ્રીલંકામાં શાંતિ સ્થપાઈ નથી. તેમને ગોટબાયાનો ચહેરો ગણાવીને દેખાવકારો ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે. બીજી તરફ, ગુરુવારે મોડી રાતે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર સેના અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ હતી.

રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર દેખાવકારોને નિયંત્રિત કરવા માટે સશસ્ત્ર સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા હતા. દેખાવકારોને કન્ટ્રોલ કરવા માટે સૈનિકોએ તેમના ટેન્ટ ઉખાડવાનું શરૂ કર્યું તો તેઓ ઉગ્ર બન્યા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

દેખાવકારોએ કહ્યું- રાનિલ વિક્રમસિંઘે અમને નષ્ટ કરવા માગે છે, તેઓ ફરીથી આમ કરી રહ્યા છીએ, જોકે અમે ક્યારેય હાર માનીશું નહિ. સશસ્ત્ર દળોની કાર્યવાહીની વચ્ચે એક દેખાવકારે કહ્યું- અમે અમારા દેશને આવા ગંદા રાજકારણથી મુક્ત બનાવવા માગીએ છીએ.

રાનિલ રાષ્ટ્રપતિ બનતાં જ લોકો ફરીથી રસ્તા પર ઊતરી આવ્યા
આર્થિક અને રાજકીય સંકટની વચ્ચે શ્રીલંકાની પાર્લમેન્ટે 20 જુલાઈએ પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને નવા રાષ્ટ્રપતિ ચૂંટ્યા છે. તેમ છતાં રસ્તાઓ પર હાલ પણ દેખાવો ચાલુ છે. દેખાવકારોનો આરોપ છે કે રાજપક્ષે પરિવારે પોતાની વ્યક્તિ તરીકે વિક્રમસિંઘેને ગાદી પર બેસાડ્યા છે. એનાથી સ્થિતિ બદલાવાની નથી. તેમણે કહ્યું હતું કે પોતાની સત્તાને બચાવવા માટે રાજપક્ષે પરિવારે વિક્રમસિંઘે સાથે ડીલ કરી છે. તે લોકો સાથે કરવામાં આવેલો અન્યાય છે.

દેશની સ્થિતિમાં કોઈ સુધારો નથી
ગોલ ફેસ કોલંબોના પ્રોફેસર એમજી થારાકાનું કહેવું છે કે છેલ્લા ત્રણ મહિના દરમિયાન સરકારમાં સામેલ નેતાઓએ સ્થિતિને સુધારવા માટે ઘણી વાતો તરફથી દાવા કર્યા, જોકે વાસ્તવિકતા સુધરી નથી. હવે લોકોને રાજપક્ષે પરિવાર અને તેમના દ્વારા બેસાડવામાં આવેલા કોઈપણ નેતા પર કોઈ ભરોસો નથી. દેખાવકારોનું માનવું છે કે રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના રાષ્ટ્રપતિપદ પર બેસાડીને રાજપક્ષે પરિવાર પોતાને આરોપથી બચાવવા માગે છે

બે મહિના પછી પ્રથમ વખત દેખાયા પૂર્વ PM મહિન્દ્રા
સંસદમાં નવા રાષ્ટ્રપતિ માટે વોટિંગ દરમિયાન બુધવારે બે મહિના પછી પ્રથમ વખત પૂર્વ વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે દેખાયા હતા. મહિન્દ્રા આટલા સમય સુધી કોઈ ગુપ્ત જગ્યા પર હતા. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા સિંગાપોર ગયા પછી એ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે મહિન્દ્રા પણ શ્રીલંકાથી ભાગી શકે છે. રાજપક્ષે પરિવારના ચમલ અને નમલ પણ વોટિંગ માટે સંસદમાં પહોંચ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top