તાપી:વ્યારા તાલુકાના વીરપુર ગામેથી અજાણી લાશ મળી

0
તાપી જિલ્લાના વીરપુર ગામની સીમમાં સોનગઢથી વ્યારા તરફના હાઇવે રોડ પાસે કોતરડામાંથી મરણજનાર એક ભિખારી જેવો અજાણ્યો વયવૃદ્ધ પુરુષ જેના નામ સરનામાની ખબર નથી તેની અજાણી લાશ મળી આવેલ છે.



જેની ઉમર આસરે ૬૦ થી ૭૦ વર્ષનો હોય જેના શરીરે મરુંન કલરની હાફ બાયની ટીશર્ટ તથા કમરે બ્લૂ કલરનું હાંપ પેન્ટ પહેરેલ છે અને તે ભિખારી જેવો દેખાય છે. આ અજાણ્યા પુરુષની લાશ શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉ વર્ણનો મોઢા ઉપર સફેદ દાઢી મૂછ રાખેલ છે.

જેના ડાબા હાથે છુંદણું કોતરાવેલ છે જે રખડતો ભટકતો ઉમર હોય મરણ ગયેલ હાલતમાં તા.૧૩-૦૭-૨૦૨૨ ના ૧૦;૦૦ વાગ્યાના અરસામાં મળી આવેલ છે. લાશની ઓળખ થયેલ નથી. તેમજ મરણજનારના વાળી વારસ મળી આવેલ નથી જેથી કોઈ વાળી વારસ હોય તો વ્યારા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૦૨૬૨૬-૨૨૦૦૩૩ તથા ૯૮૨૫૪૪૩૧૪૭ ઉપર સંપર્ક કરવા ટી.બી. પંડયા,પો.સ.ઇ. વ્યારા પોલીસ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top