લમ્પી વાઇરસનો કહેર : ભુજના નાગોર રોડ પાસેના ડમ્પિંગ સાઇટ પર ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો જોવા મળ્યા, ગૌપ્રેમીઓ સહિત લોકોમાં રોષ

0
કચ્છ જિલ્લામાં ગાયોમાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. લમ્પી વાઇરસથી અનેક ગાયોના મોત થયા છે. ત્યારે ભુજ શહેરના નાગોર રોડ પરના ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગથી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો જોવા મળ્યા હતા. જેને લઈ ગૌ પ્રેમીઓ સહિત લોકોની લાગણી દુભાઈ હતી. પશુ મૃતદેહના નિકાલના અભાવે મોટી સંખ્યામાં ગાયોના મૃતદેહોનો ખડકલો અહીં જોવા મળ્યો હતો. ગૌપ્રેમીઓનું કાળજું કંપાવી દેતા દૃશ્યો સામે આવતા લોકોએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી.



કચ્છમાં હજારો ગૌ વંશના મોત
ભુજના ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગથી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહોનો ઢગલો જોવા મળ્યો હતો. જ્યાં જુઓ ત્યા ગાયોના મૃતદેહ જ નજરે પડી રહ્યા છે. ત્યારે ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવાની માગ લોકો દ્વારા કરવામાં આવી હતી. જેના આધારે તંત્ર દ્વારા હાલ પશુ મૃતદેહોને નિકાલ અર્થે ખાડો બનાવી પુરણ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કિન ડિસિસના કારણે કચ્છમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યમાં ગૌ વંશના મૃત્યુ થઈ ચૂક્યા છે.



1.46 લાખ પશુઓનું રસીકરણ કરાયું છતાં પરિસ્થિતિ કાબૂ બહાર
કચ્છના તમામ 10 તાલુકાના ગાયોમાં લમ્પી વાઇરસ ફેલાઈ ગયો છે. જેના બચાવ અને અટકાવ માટે નાના મોટા તમામ ગામોમાં સેવાભાવી લોકો દ્વારા રાત દિવસ સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા પણ દરેક તાલુકામાં ખાસ લાયઝન અધિકારી મુકવામાં આવ્યા છે અને પશુ ચિકિત્સકની ટીમ સાથે બહારની ટીમ પણ ગાયોની સારવાર માટે ઉપલબ્ધ કરાઈ છે. અત્યાર સુધી 1.46 લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 43 હજાર ગૌ વંશની સારવાર કરવામાં આવી છે. તેમ છતાં આ ભયાનક બિમારી કાબુમાં આવી રહી નથી. જેના કારણે પ્રતિદિન ગાયોમાં લમ્પી સ્કિન ડિસિસનો ફેલાવો વધી જતાં પશુઓના ટપોટપ મોત થઈ રહ્યો છે. જેની સાક્ષી પૂરતા દ્દશ્યો નાગોર રોડ ખાતેના ડમ્પિંગ સાઇટ પર જોવા મળ્યા હતા.



જામનગરમાં પણ ગાયોના મૃતદેહનો ઢગલો જોવા મળ્યો
રાજ્યમાં પશુઓમાં લમ્પી વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યના કચ્છ ઉપરાત જામનગર, રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લામાં લમ્પી વાઇરસે કહેર મચાવ્યો છે. ભુજમાં જે પ્રમાણે ગાયોના મૃતદેહનો ઢગલો જોવા મળ્યો છે. તેવો જ મૃતદેહનો ઢગલો જામનગર અને રાજકોટમાં પણ જોવા મળ્યો હતો. જામનગરના કાલાવડ શહેરમાં લમ્પી વાઇરસથી અનેક ગાયોનાં મોત થયાં છે. કાલાવડમાં તંત્રની ઢીલી નીતિને કારણે ગાયોની લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે, જેથી દુર્ગંધ ફેલાતાં આસપાસ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

રાજકોટમાં ગૌ વંશના મૃતદેહોનો ઢગલો જોવા મળતા રોષ
રાજકોટમાં પણ પશુઓમાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળ્યો છે. રાજકોટના માલિયાસણ ગામ પાસે ગાય, ગૌવંશ અને વાછરડાના મૃતદેહોના ઢગલા જોવા મળત ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. શહેરમાં મૃત્યુ પામતા પશુઓના મૃતદેહ અહીં નાખવામાં આવતા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. અસંખ્ય પશુઓના મોત પાછળ લમ્પી વાઇરસ કારણભૂત છે કે અન્ય કોઈ કારણ તે તપાસનો વિષય છે. 1 કિમી દૂરથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top