વિજળી પર કેજરી 'વાર' : "દિલ્હીમાં વીજળી જાય તો ન્યુઝ બને છે અને અહિંયા વીજળી આવે તો"

0
દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ છે. આજે ગુજરાતમાં વીજળી અને અન્ય મુદ્દાાઓને લઈને વાતચીત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી પ્રથમ વખત ગુજરાતમાં સક્રિય ચૂંટણી લડવાની છે. નેતાઓ મોટા મોટા ભાષણ આપે છે અને માત્ર વાતો કરે છે.
                           

અમદાવાદઃ દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ છે. આજે ગુજરાતમાં વીજળી અને અન્ય મુદ્દાાઓને લઈને વાતચીત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી પ્રથમ વખત ગુજરાતમાં સક્રિય ચૂંટણી લડવાની છે. નેતાઓ મોટા મોટા ભાષણ આપે છે અને માત્ર વાતો કરે છે.

ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વીજળી મુદ્દે લોકો સાથે સંવાદ કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે વીજળી અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. હું તમને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી પહેલી ચૂંટણી લડે છે. ગુજરાતના નેતાઓ વીજળી કે તમારા મુદા પર ચર્ચા કરી? અમે દિલ્લી અને પંજાબમાં કરી બતાવ્યું. કહીએ તે કરીએ છીએ. અમારા કાર્યકર્તાઓ 1 વર્ષથી ગામડાઓમાં ફરે છે. લોકો ગુજરાતમાં તકલીફમાં છે.

ઇમાનદાર સરકાર લાવવી પડશે - ગરીબ લોકોના ઘરમાં પણ હજારો રૂપિયાનું લાઈટનું બિલ આવે છે. દિલ રોઈ પડે છે આ સાંભળીને કે વીજળી કેમ આટલી મોંઘી છે? મંત્રીઓ જલ્સા કરે છે તેમનું બિલ ઝીરો આવે છે. ઓફિસો અને ઘરોમા એસી અને ટોયલેટમાં પણ એસી લાગેલા છે.તેમણે કહ્યું કે હું ફરીવાર રવિવારે અમદાવાદ આવીશ અને વીજળીની સમસ્યાનું સમાધાન કરીશ.ગુજરાતમાં પણ વીજળી સસ્તી અને ફ્રી જોઈએ તો તેના માટે સત્તા પરિવર્તન કરવું પડશે. ઇમાનદાર સરકાર લાવવી પડશે. આ સરકારને પ્રજાને લૂંટવી છે માટે તેઓ વીજળી ફ્રી નથી કરતા.

આદમી પાર્ટી આવી અને મેં વીજળી ફ્રી કરી - અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ભાજપના નેતાઓ કહે છે 24 કલાક ગુજરાતમાં વીજળી મળે છે. ગુજરાતમાં વીજળી કાપ નથી. તો શું શહેરમાં પણ વીજળી જાય છે? જો કે મને જાણવા મળ્યું કે હમણાં હોલમાં જ 3 વાર લાઇટ જતી રહી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં બિલ કેટલું આવે છે? લોકોએ કહ્યું બિલ 4000 આવે છે. ખેડૂતોને રાતે વીજળી આપે છે તેનો મતલબ શુ છે. ઓફિસરોને પણ રાતે વીજળી આપો એટલે રાતે ઓફિસ ખુલે. 2014 ચૂંટણી પહેલા ભાજપના નેતાઓએ વીજળીનો ખોટો પ્રચાર કર્યો છે. દિલ્લીમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે કીધું વીજળી બિલ ઓછું કરો. મેં 15 દિવસ ઉપવાસ કર્યા. ચૂંટણી લડ્યા અને આમ આદમી પાર્ટી આવી અને મેં વીજળી ફ્રી કરી દીધી.

ગુજરાતના બાળકોના ભવિષ્યની ચિંતા - આજે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારના આંદોલન કે કેમ્પેન ચલાવાઇ રહ્યા નથી અને ભાજપ દ્વારા એક જ કેમ્પેન ચલાવાઇ રહ્યું છે કે ગમે તેમ કરીને આમ આદમી પાર્ટીને રોકો. સવાર-સાંજ ભાજપાના નેતાઓ આમ આદમી પાર્ટીને રોકવા માટે મહેનત કરી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી ભાજપનું મુખ્ય પ્રતિદ્વંદી બની ગઈ છે, કારણ કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે જનતા વચ્ચે જઈને જનતાની સમસ્યાઓ સાંભળે છે, તેમની પીડાઓ ને સમજવાની કોશિશ કરે છે. આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે ગુજરાતના બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે, ગુજરાત સારી શિક્ષા, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા, સારા રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે કામ કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top