વીર નર્મદ યુનિ.ની સેનેટ ચૂંટણી પર દિલ્હીથી નજર, કેજરીવાલની સુરત આવવાની સંભાવના

0
દેશની રાજધાની દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તારીખ 21મી જુલાઈ, ગુરુવારે અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે. દક્ષિણ ગુજરાતની સેનેટ ચૂંટણી પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ નજર રાખશે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી તારીખ 14મી ઓગસ્ટે યોજાવાની છે.





મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા હોવાથી ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીએમ કેજરીવાલ પણ કાર્યકરોનો જુસ્સો વધારવા આ પહેલાં કહી ચૂક્યા છે કે તેઓ દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી પણ આમ આદમી પાર્ટી જોરશોરથી કરી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top