ચાલુ ચોમાસા દરમિયાન ભારે હાલાકી ભોગવવી પડી રહી છે
વ્યારા નગર વિસ્તાર માંથી પસાર થતો હાઇવે ને વ્યારા જનક નાકાથી મિશન નાકા સુધી સુધી એક મહિના પેહલા રીપેરીંગમાં વેઠ ઉતારી દેતા ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન બદ્તર બનેલા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ માર્ગ વ્યારા નગર ખાતે પસાર થતા માર્ગ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને માથે અકસ્માતનો ભય સતાવી રહ્યો જે બાબતે ગતરોજ દિવ્યભાસ્કર અખબારમાં સહ તસવીર અહેવાલ છપાતા માર્ગ મકાન તંત્ર દ્વારા તાત્કાલિક ગંભીરતા દાખવી આજરોજ રીપેરીંગ કાર્ય ચાલુ કરાવી દેતા વાહન ચાલકો માં રાહત થઈ છે.
વ્યારા નગરમાં પસાર થતા હાઇવે પર મિશનનાકા થી જનક ત્રણ રસ્તા સુધી વરસાદને કારણે રસ્તા ઉપર પડેલા મોટા ખાડાઓમાં વાહનચાલકોએ રસ્તાઓ શોધીને વાહનો હંકારવા મજબુર બન્યા છે.માર્ગ ઉપર ઊંડા ખાડાઓ પડી જવાના કારણે આ માર્ગ ઉપરથી પસાર થતાં નાના વાહન ચાલકોને ચાલુ ચોમાસા દરમિયાન ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વ્યારા નગરજનો સહીત આ માર્ગનો ઉપયોગ ગ્રામજનો ઉપરાંત આસપાસના ગામના લોકો તેમજ ખેડૂતવર્ગ એનો ઉપયોગ કરતાં આ માર્ગ વાહનચાલકો માટે અતિ મહત્વનો સાબીત થઇ રહ્યો છે.


.png)