તાપી જિલ્લામાં રસ્તા-કોઝવેનું મરામત અને રીપેરીંગના કામ પુર જોશમાં શરૂ કરાયુ

0

તાપી જિલ્લામાં વરસાદ ઘીમો પડતાની સાથે જ રસ્તા રીપેરીંગનું કામ પુર જોશમા શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં જિલ્લામાં વરસાદના કારણે થયેલા રસ્તાના નુકશાન અંગે વરસાદ ઓછો થતા જ ત્વરીત મરામત હાથ ધરવામાં આવી છે. જે જગ્યાએ રસ્તા હાલ રીપેરીંગ થઇ રહ્યા છે. તે તમામ રસ્તાઓ અને કોઝવેના કામો વહેલી તકે પુર્ણ કરવામાં આવે તેઓ આગ્રહ તંત્ર કરી રહ્યું છે. જ્યારે ખાસ સોનગઢ ખાતે તાપીના પ્રવાસન સૌંદર્ય એવા ચિમેર ધોધનો નવો રસ્તો બને તે માટે પ્રયત્ન થશે તેમ સંબંધિત અધિકારીઓને સુચનો અપાઈ છે. વધુમાં જિલ્લામાં જે લોકોના ખેતી, પાકને નુકશાન થયું છે તે અંગે સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના અંગે રીપોર્ટ તૈયાર કરી વહેલી તકે વિભાગને સોંપશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.


રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું​
જિલ્લાનાં રસ્તાઓમાં ગુનખડી કૉઝવે, ટાપરવાળા કૉઝવે, વન વિસ્તરમાં આવેલ શ્રાવણીયા રસ્તાઓને આવરી લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં રસ્તાઓના મરામત માટે તાલુકા વાર એન્જીનીયરોની ટીમ કાર્યરત કરી નુક્શાન પામેલ અને બંધ રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી જિલ્લા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે.






ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top