તાપીજિલ્લામાં ભારે વરસાદના પગલે તાપી જિલ્લો રેડ ઝોનમાં આવતા તંત્ર એલર્ટ

0
તાપીમાં પૂરના કારણે બંધ થયેલા રસ્તા ઉપર વાહન વ્યવહાર ન થાય અને લોકોની સલામતી બની રહે માટે બંદોબસ્ત મુકાયો

224 ગાર્ડ, 113 પોલીસ અને 37 પોલીસના વાહનોને તૈનાત કરાયા
રાજયના હવામાન વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાના પગલે જિલ્લાઓના વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામ કરી રહ્યું છે.


જેના પગલે જિલ્લામાં વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે.તાપી નાં વિવિધ કોઝવે ઓવરટોપ થતા રસ્તાઓ ઉપરથી ગામજનો પસાર ના થાય તે માટે જિલ્લામાં કુલ-224 પોલીસ ગાર્ડ, 113 પોલીસ જવાનો અને 37 પોલીસના વાહનોને તૈનાત કરવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આગાઉના વર્ષોમાં વધારે વરસાદમાં પુલ ઉપરથી પાણી વહેતુ હોય ત્યારે અવર જવર કરતા લોકોએ ઘણી વખત જીવ ગુમાવ્યા છે.

આ બનાવોને જોતા તાપી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા વર્ષ-2017 થી આવી પરિસ્થિતીમાં રસ્તો ક્રોસ કરતા રોકવા પોલીસ જવાનોને તૈનાત કરવાની વ્યવસ્થા ગોઠવી છે. આ વર્ષે તાપી જિલ્લામા 89 જેટલા નાના-મોટા રસ્તાઓ અને કોઝવે ઓવરટોપ થવાથી રસ્તાઓ બંધ થયા છે.

આ રસ્તાઓ ઉપરથી ગ્રામજનો પસાર ના થાય તે માટે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એસ. પી રાહુલ પટેલના સહયોગ સાથે જિલ્લામાં 3 ડીવાયએસપી, 5 પી.આઈ, 11 પી.એસ.આઈ, કુલ-224 પોલીસ ગાર્ડ, 113 પોલીસ જવાનો અને 11 ફોર વ્હીલર, 26 ટુ વ્હીલર પોલીસના વાહનોને તૈનાત કરવામાં આવ્યા છે.

અનેક ગામોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અલગ રસ્તાનો ઉપયોગ કરવાનું જણાવી પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. તેઓની આ કામગીરીમાં લોકો સહકાર આપી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર અને જિલ્લા-તાલુકાએ કાર્યરત કંટ્રોલ રૂમ ખાતે અંદાજિત-600કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત લાઇન ડિપાર્ટમેન્ટના અનેક નામી-અનામી કર્મચારીઓ અને અધિકારીઓ ઉચ્ચ કક્ષાની કામગીરી કરી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top