તાપી: સગા ભાઈએ સગી બહેનને દોરી વડે ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી, લાશને નદીમાં ફેંકી ત્યાંથી નાસી છૂટ્યો

0
ભાઈ બહેનના પવિત્ર સંબંધોને લાંછનરૂપ કહી શકાય તેવી ઘટના તાપી જિલ્લામાં પ્રકાશમાં આવી છે. જે બહેનની રક્ષાની જવાબદારી ભાઈની હોય તેજ સગાભાઈએ બહેનની કરપીણ હત્યા કરતા પંથકમાં ભાઈ સામે ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે.



સગા ભાઈએ બહેનની દોરડી વડે ગળે ટૂંપો દઈને હત્યા કરી
રક્ષાબંધનના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામે એક હીંચકારી ઘટના પ્રકાશમાં આવી છે. સગા ભાઈએ બહેનની દોરડી વડે ગળે ટૂંપો દઈને હત્યા કરી લાશને નદીમાં ફેંકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આરોપી ભાઈ દિનેશ બહેન​​​​​​​ પાર્વતીબેન રાઠોડ જ્યારે નદી કિનારે​​​​​​​ કપડાં ધોવા ગયા​​​​​​​ હતા ત્યારે તેની એકલતાનો લાભ લઈને તેને ગળે ટૂંપો દઈને હત્યા કરી તેણીની લાશ વાલ્મિકી નદીમાં ફેંકી દીધી હતી. આ બનાવની જાણ વાલોડ પોલીસને થતા પોલીસે તપાસ શરૂ કરી તેમાં ચોંકાવનારો ઘટસ્પોટ થયો હતો.

પોલીસે તપાસ શરૂ કરી તેમાં ચોંકાવનારો ઘટસ્પોટ થયો
જર જમીન અને જોરું કજિયા ના છોરું...આ કહેવત આ ઘટનામાં લાગુ થઈ હોય તેમ આ ઘટના કલયુગની કથની કહી શકાય. સગા ભાઈએ સગી બહેન સાથે ચાલી રહેલ જમીનના વિવાદમાં બહેનનું કાસળ કાઢી નાખ્યું. પોતાનું દુષકૃત્ય છુપાવવાને માટે બહેન ને નદીમાં નાખી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરંતુ વાલોડ પોલીસની તલસ્પર્શી તપાસ હાથ ધરી આરોપી ભાઈને ઝડપી જેલ ભેગો કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top