આયોજન:આજે વ્યારા નગરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા

0
ભગવાન વિષ્ણુંના આઠમા અવતાર જગન્નાથજી તેમના જ્યેષ્ઠ ભ્રાતા બલરામજી અને ભગીની સુભદ્રાજીના મોસાળ ગમનની સ્મૃતિમાં પ્રતિવર્ષ રથયાત્રા યોજાય છે. તાપી જિલ્લાના વ્યારા નગર ખાતે રથયાત્રાની શરૂઆત કરી દેવાઈ હતી, જે પરંપરા ચાલુ રહેતા આજરોજ પણ રથયાત્રા નીકળશે.





વ્યારાનગર ખાતેથી ફડકે નિવાસથી રાધા કૃષ્ણના મંદિરેથી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે, જે યાત્રા તેના રુટ પ્રમાણે નીકળી સાંજે મહાદેવ સૌ મિલ ખાતે પુર્ણાહુતી કરશે. રથયાત્રામાં આયજકો દ્વારા ભવ્ય તૈયારીઓના પગલે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડશે. તેમજ ઠેર ઠેર રથયાત્રાના સ્વાગત કરશે. વ્યારા નગર ખાતે રથયાત્રામાં નાના બાળકોથી માંડી વૃદ્ધો સુધી ઉત્સાહભેર ભાગ લેશે.ઢોલપંથક સાથે નીકળનાર યાત્રા નગરજનોનું આકર્ષણ કેન્દ્રં બનશે.

ફડકે નિવાસથી રથ યાત્રાનું પ્રસ્થાન થશે
વ્યારા નગર ખાતે નીકળનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા બપોરે 2.30 કલાકે નગરના ફડકે નિવાસ ખાતે આવેલ રાધાક્રિષ્નના મંદિરએ મુખ્ય મહેમાનોના હસ્તે પ્રસ્થાન કરાવશે, જે બાદ યાત્રા મુખ્ય માર્ગથી નીકળશે. યાત્રાનું સામૈયું લાડ વણિક સમાજ સુરતી બજાર ખાતે વિવિધ સમાજના આગેવાન અને નગરજનો અને આગેવાનો કરશે, જે બાદ યાત્રા મુખ્ય માર્ગ થઇને સ્ટેશન રોડ પર મહાદેવ સોમીલમાં આવેલ રાધાકૃષ્ન મંદિર પાસે આરતી બાદ સમાપન કરશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top