વ્યારા વન વિભાગ દર રવિવારે યોજે છે ફોરેસ્ટ ટ્રેકિંગ: આવી રીતે તમે પણ ભાગ લઈ શકો છો

0
આ વરસે જબરદસ્ત વરસાદ પડતા વ્યારાનાં જગંલો સોળે કળાએ ખીલી ઉઠ્યા છે ત્યારે આ જગંલમાં ટ્રેકિંગ કરવાનો મોકો છોડવા જેવો નથી. વ્યારા વન વિભાગ દર વર્ષે ચોમાસા દરમિયાન દર રવિવારે ટ્રેકિંગનું આયોજન કરે છે. આ વર્ષે પણ આ અદભૂત ટ્રેકિંગનું આયોજન કર્યું છે.



વ્યારા વન વિભાગ દ્વારા લોકોને પ્રકૃતિ શિક્ષણ મળે એ આશયથી ચોમાસા દરમિયાન ટ્રેકિંગ ફેસ્ટિવલ યોજવામાં આવે છે: આનંદ કુમારે,નાયબ વન સંરક્ષક



વ્યારા વન વિભાગનાં નાયબ વન સંરક્ષક આનંદ કુમારે ન્યૂઝ18ને જણાવ્યું કે, છેલ્લા છોડા વર્ષોથી વ્યારા વન વિભાગ દ્વારા લોકોને પ્રકૃતિ શિક્ષણ મળે એ આશયથી ચોમાસા દરમિયાન ટ્રેકિંગ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. આ વર્ષે પણ આ ટ્રેકિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે અને લોકોને તેમાં ખૂબ રસ પડી રહ્યો છે. આ આયોજન વ્યારા વન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને દર રવિવારે વ્યારાની અલગ અલગ ફોરેસ્ટ રેંજના ડુંગરાઓ પર ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે,”.



આ ટ્રેકિંગ ફેસ્ટિવલની ગયા રવિવારથી શરૂઆત થઇ ગઇ છે અને આવનારા નવ રવિવાર દરમિયાન આ ફેસ્ટિવલ ચાલુ રહે છે. તો તમે આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માંગતા હોય તો તમે વ્યારા વન વિભાગનો સંપર્ક કરી શકો છે.



ટ્રેકિંગમાં શું શું કરાવવામાં આવે છે અને તેના માટે કેવી રીતે નામ નોંધાવું?

ટ્રેકિંગમાં નક્કી કરેલા રૂટમાં દર રવિવારે ટ્રેકિંગમાં લઇ જવામાં આવે છે.જેમાં સવારથી સાંજ સુધી 8 થી 10 કિલોમીટરમાં ટ્રેકિંગમાં લઇ જવામાં આવે છે.

જેમાં ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા પોતે માહિતી આપવામાં આવે છે અને બધા ન જઈ શકે તેવી જગ્યાઓ બતાવવામાં આવે છે.જેમાં સવારે નાસ્તો અને બપોરે ભોજન પણ આપવામાં આવે છે.

જંગલના પ્રાણીઓ અને વૃક્ષો વિષે માહિતી આપવામાં આવે છે જ્યાં વર્ષો જુના વૃક્ષો આવેલા છે.

ટ્રેકિંગમાં રસ ધરાવતા લોકો જાતે ગુગલ ફોર્મના માધ્યમથી ફોર્મ ભરીને જઈ શકે છે.આ ટ્રેકિમગમાં 80 % લોકો સુરતથી આવે છે. ગુજરાતભરનાં લોકો તેમાં ભાગ લઇ શકે છે.

જો તમે પણ ભાગ લેવા ઈચ્છતા હોવ તો અહી આપેલ ગૂગલ લિંક https://docs.google.com/forms/d/e/ પર ક્લિક કરતા જ ફોર્મ ખુલશે.જેમા તમારી વિગત ભરી નામની નોંધણી કરી શકો છો.

100 થી લઈને વધુમાં વધુ 300 લોકો એક દિવસમાં આ ટ્રેકિંગમાં જોડાય છે.જો તમારે કોઈ પણ પ્રકારની ટ્રેકિંગ અંગે ક્વેરી હોય તો અહી આપેલ નંબર,9913187869 ,7990776274 પર સંપર્ક કરીને નિવારણ મેળવી શકો છો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top