Monsoon 2022: બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જનજીવન પ્રભાવિત

0
ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ (Rain) ખાબક્યો છે. સુરત, નવસારી , વલસાડ (Valsad) સહિતના જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. સુરતની મીંઢોળા નદીમાં પાણીની મબલખ આવક થઇ છે. ડોસવાળા ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠે વહેતી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના પગલે ફાયર વિભાગ (Fire Department) તેમજ પોલીસ તંત્ર એલર્ટ છે અને લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.


નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા
સુરતના બારડોલીમાં પસાર થતી મીંઢોળા નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. તાપી જિલ્લાનો દોસવાડા ડેમ ઓવરફલો થતા મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મીંઢોળા નદીનું જળ સ્તર વધતા બારડોલીમાં જનજીવન પ્રભાવિત થયું છે. તલાવડી અને કોર્ટ સામેના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાણી ભરાવાના કારણે રામજી મંદિર સામેનો બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકો ભારે પરેશાન થયા હતા.
હજુ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મેઘો કહેર વર્તાવી રહ્યો છે.ત્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મેઘ તાંડવ યથાવત રહેશે. રાજ્યમાં આગામી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.રાજયમાં NDRF અને SDRFની 18-18 ટીમ તૈનાત કરાઈ છે.. રાજ્યમાં કુલ 18 જળાશય હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top