તાપી જિલ્લાના વ્યારા થી સોનગઢ જતાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં નાયબ મામલતદારનું મોત થતાં તાપી જિલ્લાના કલેકટર અને અન્ય અધિકારીઓ દ્વારા દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું.
સોનગઢ પાસે નેશનલ હાઇવે પર ભૂમિ ક્વોરી પાસે રોંગ સાઇટ પરથી ટ્રેક્ટર વાળાએ અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતાં ઉચ્છલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર સાળવે સત્યરાજ ભીમરાવનું મૃત્યુ થયું હતું. માહિતી મળ્યા અનુસાર સોનગઢ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



.png)