ઉકાઇડેમ: ઉપરવાસમાંથી આવક શરૂ, ઉકાઈડેમની સપાટી 318.68 પર પહોંચી.

0
તાપી નદી પર ના ઉકાઈ ડેમમાં રવિવાર ના દિવસે આ સીઝનમાં પ્રથમ વખત 120482 ક્યુસેક જેટલો ઊંચો પાણી નો આવરો નોંધાયો હતો.રાત્રે 10 કલાકે ડેમમાં પાણી નો ઇનફ્લો 109692 ક્યુસેક અને ડેમની સપાટી 318.68 ફૂટ પર પહોંચી હતી.આમ છેલ્લા ચોવીસ કલાક માં ડેમની સપાટી માં બે ફૂટ નો વધારો નોંધાયો છે. જેથી ડેમ ની સપાટીમાં વધારો થયો હતો.


જો કે રવિવારે સવારે 8 કલાકે ઉકાઈ ડેમ માં પાણીની આવક 55346 ક્યુસેક જેટલી થઈ હતી જ્યારે ડેમ ની સપાટી 317.39 ફૂટ પર પહોંચી હતી.ઉકાઈ ડેમ માં રવિવારે વહેલી સવાર ના પાંચ વાગ્યા થી લઈ અગિયાર વાગ્યા સુધી એક ધારું 55,346 ક્યુસેક પાણી ઠલવાયું હતું.જો કે બપોરે 12 કલાક બાદ પાણી નો ઇનફ્લો માં વધારો થવા ની શરૂઆત થઈ હતી અને બપોરે 12 થી 2 કલાક ના સમય દરમિયાન ડેમમાં 98803 ક્યુસેક પાણી આવ્યું હતું.પાણી ની આવક ની સાથે જ ડેમ ની સપાટી માં પણ ધીમી ધારે વધારો થઈ રહ્યો હતો.રવિવારે સાંજે 8 કલાકે ડેમ ના ઇનફ્લો માં ફરી વધારોનોંધાયો હતો અને એ 120482 ક્યુસેક પર થઈ ગયો હતો.


જૂનમાં રોજ 7 હજાર ક્યૂસેક પાણી છોડાતું હતું
આ વર્ષે એટલે કે 2022 ઉકાઈ ડેમ ની પહેલી જૂન ના દિવસે સપાટી 319.19 ફૂટ હતી અને ડેમમાં 3614 mcm પાણી નો સંગ્રહ થયો હતો.જો કે એ પછી ખેડૂતો ને સિંચાઇ માટે દરરોજ લગભગ 7000 ક્યુસેક પાણી છોડવા માં આવતાં ડેમની સપાટી ઘટતી ગઈ હતી.શનિવારે ડેમ ની સપાટી 316.75 ફૂટ પર પહોંચી છે જે આ વર્ષ ની શરૂઆત થી હજી લગભગ અઢી ફૂટ જેટલી ઓછી છે.ડેમ માં હાલ 3345 mcm પાણી નો સંગ્રહ થયેલો છે જે પહેલી જૂને 3614 mcm હતું.આમ બીજી રીતે જોઈએ તો હજી જૂન માસ માં વપરાશ માં લેવાયેલું પાણી જેટલું પાણી પણ ડેમમાં આવ્યું નથી.

345 ફૂટ પર ડેમ પૂર્ણ સપાટીએ પહોંચે છે
ઉકાઈ ડેમ ની સપાટી હાલ 318.68 ફૂટ પર પહોંચી છે જ્યારે ડેમ ની પૂર્ણ સપાટી 345 ફૂટ ગણવામાં આવે છે.રુલ લેવલ પ્રમાણે પહેલી ઓગસ્ટ સુધી ડેમમાં 333 ફૂટ સુધી પાણી ભરી શકાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top