છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ કુકરમુંડામાં 3 ઇંચ ખાબક્યો
તાપી જિલ્લામાં એક સપ્તાહ પેહલા ભારે વરસાદ બાદ બે દિવસના વિરામ બાદ શનિવારે દિવસ દરમિયાન સતત વરસી રહેલા વરસાદને કારણે ચોમાસુ ફરી જામી ગયું હતું. ફરી સારા વરસાદના પગલે તાપી જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.
આકાશી ખેતી કરતા ખેડૂતો માટે જરૂરિયાતના તબ્બકામાં વરસાદ પાકોની જીવન આપી દીધું હતું. ખેડૂતો દ્વારા ખેતીની કામગીરીમાં વ્યસ્ત બની ગયા હતા.શનિવારે દિવસથી વ્યારા નગર અને પંથક માં વરસાદ વરસી રહ્યો છે. વ્યારા નગરમાં ઠંડક પસારી રહી છે. સાથે તાપીજિલ્લા માં વરસાદી માહોલ બની જતા હજી સારા વરસાદની આશા છે . તાપી જિલ્લા ખાતે શનિવારે ની સાંજે 6 કલાક દરમિયાન છેલ્લા 24 કલાકનો વરસાદ વ્યારામાં 22 મિમી, વાલોડમાં 11 મિમી, સોનગઢમાં 14 મિમી ,ઉચ્છલ 19 મિમી, ડોલવણ 28 મિમી, નિઝર 16 મિમી, કુકરમુન્ડા 67 મિમી વરસાદ નોંધાયો હતો.
.png)


.png)