આજે 19 જુલાઈના સવારે 6 કલાકે 332.89 ફૂટ પર પહોંચી ગઈ હતી
સુરતીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી ગતરોજ રાત્રે એક લાખ ક્યુસેક પાણી છોડાયું. ગતરોજ રાત્રે 8 વાગ્યાથી પાણી છોડવાની શરૂઆત કરાઈ હતી જે અંદાજિત મધ્યરાત્રી સુઘીમાં 1 લાખ કયુસેક પાણી તાપી નદીમાં છોડાશે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેથી કરીને સોનગઢ અને વ્યારા તાલુકાના તાપી નદીના કિનારે આવેલા ગામો તથા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
સાત દિવસમાં ડેમની સપાટીમાં 8 ફૂટનો વધારો નોંધાયો
છેલ્લા એક સપ્તાહથી સતત પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. જે વધીને આજે 18 જુલાઈના રોજ સાંજે 333.05 ફૂટ પર પહોંચી ગઈ હતી. જેથી પાણી છોડવાની ફરજ પડી હતી. સાત દિવસમાં ડેમની સપાટીમાં 8 ફૂટનો વધારો નોંધાયો હતો. ડેમની સપાટીમાં વધારો થતાં સુરત, તાપી, નવસારી સહિતના ખેડૂતો અને લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.


.jpg)

.png)