વરસતા વરસાદ વચ્ચે આગ લાગી:બીલીમોરાની લાકડાની મિલમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી, અંદાજે 10 લાખથી વધુનું નુકસાન

0
ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો, જાનહાનિ ન થતા રાહત





નવસારી જિલ્લામાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તે વચ્ચે આજે બીલીમોરાની GIDCમાં આવેલી લાકડાની મિલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. એક બાજુ વરસાદ વરસી રહ્યો હતો અને બીજી બાજુ લાકડાની મિલમાં ભીષણ આગ લાગી હતી. જેને લઈ 3 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. બીલીમોરા, ગણદેવી અને 1 નવસારીના ફાયર બ્રિગેડએ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો જેથી મોટી દુર્ઘટના ટળી હતી. તેમજ ઘટનામાં જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો છે.

મિલના માલિકને લાખોનું નુકસાન
ધવલ પટેલના માલિકીની લાકડાની મિલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો વહેલી સવારે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ત્યારબાદ બીલીમોરા, ગણદેવી અને નવસારીના ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ સમગ્ર આગની ઘટનામાં અચરજ પમારતી ઘટના હતી કે, એક તરફ વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ આગની જ્વાળા જોઈ શકાતી હતી. આ આગની ઘટનામાં કોઈપણ ને જાનહાનિ થઈ નથી. જોકે, મિલના માલિકને અંદાજે 10લાખથી વધુનું નુકસાન પહોંચ્યું હતું.

બીલીમોરામાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો
બીલીમોરા વિસ્તારમાં છેલ્લા છ મહિનાની વાત કરીએ તો આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા ફૂલની દુકાનમાં લાગેલી આગની ઘટનામાં ગેસનો બાટલો બ્લાસ્ટ થતા એક યુવાનનું મોત પણ થયું હતું. ત્યારબાદ હાઈવે સહિત બીલીમોરામાં નાની-મોટી આગની ઘટના સામે આવી હતી. ત્યારે ફરીવાર ચોમાસાની સિઝનમાં લાગેલી આગને કારણે ફાયર વિભાગ દોડતું થયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top