તાપી જીલ્લાનાં વ્યારા ખાતે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે આજ રોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અંતર્ગત સ્વ-સહાય જુથો માટે કેશ-ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્વ-સહાય જુથોની બહેનોને આર્થિક રીતે પગબર બને અને આર્થિક પ્રવૃતિ કરવામાં મદદરરૂપ થાય એ હેતુથી કેશ-ક્રેડિટ કેમ્પનું આયોજન થયુ હતુ. માહિતી મુજબ તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા, નગરપાલિકા વ્યારાના પ્રમુખશ્રી શ્રીમતી સેજલબેન રાણા,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી-તાપીનાં નિયામકશ્રી, પદ્મશ્રી રમીલાબેન ગામીત અને અન્ય મહાનુભવો અને તાપી જિલ્લાના સ્વ-સહાય જુથોના બહેનો અને લાભાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
કેશ-ક્રેડિટ સહાય રુપે રૂ.૮.૫ કરોડનું સહાય આપવામાં આવી હતી.





.png)