વેકેશનની મજા માણ્યા બાદ આજથી ખુલશે શાળાઓ, કોરોનાના વધતા કેસને લઇને વાલીઓને ચિંતા

0
સોમવારથી શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. ફરીએકવાર શાળાના પરિસરો વિદ્યાર્થીઓની કિલકારીઓથી ગૂંજી ઉઠશે.વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને નવી SOPના પાલન સાથે શાળાએ મોકલશે. શાળા પ્રશાસને તેમજ શિક્ષણ વિભાગે જે બાળક બીમાર હોય તેણે સ્કૂલે ન મોકલવા વાલીઓને અપીલ કરી છે. તેમજ શાળાને કોરોના નિયમોનું પાલન થાય તે માટે સૂચન કરી દેવામાં આવ્યું છે. 



ચલો સ્કૂલ ચલે હમ..
કોરોનાની સ્થિતિને કારણે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ફરી માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમજ 9 થી 12 ધોરણની પરીક્ષાઓ યોજવામાં આવી હતી.  સત્ર પૂર્ણ થયા બાદ હાલમાં કોરોના સ્થિતિ કાબૂમાં હોવાથી ફરી નવા સત્રની શરૂઆતથી જ ઓફલાઇન વર્ગો ચાલુ થઈ જશે. આપને જણાવી દઈએ કે 2 વર્ષના કોરોના કાળમાં થોડી રાહત બાદ ગત સત્રના 2 મહિના પહેલા એટલે કે ફેબ્રુઆરી માસમાં શાળાઑ ફરી ઓફલાઇન શરૂ કરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top