ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ)ને ફરજિયાત બનાવતા SCના ચુકાદાના વિરોધ વચ્ચે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ
ઇન્ડિયા (SFI)ના કાર્યકરો દ્વારા શુક્રવારે વાયનાડમાં રાહુલ
ગાંધીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.
સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) એ
કેરળના વાયનાડમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઓફિસમાં કૂચ કરી તોડફોડ કરી. તેઓ
ઓફિસમાં ઘૂસી ગયા અને અંદરના સાધનોનો નાશ કર્યો.
ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ)
પર સુપ્રીમ કોર્ટના આદેશમાં કથિત રીતે દખલ ન કરવા બદલ રાહુલ ગાંધી
વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ બાદ કોંગ્રેસે કહ્યું કે અથડામણમાં તેમની
ઓફિસનો સ્ટાફ પણ ઘાયલ થયો છે.
તમામ સંરક્ષિત
વિસ્તારો, વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસ
એક કિલોમીટરના ઇકો-સેન્સિટિવ ઝોન (ESZ)ને
ફરજિયાત બનાવતા SCના આદેશથી ટોળું નારાજ થયું હતું અને રાહુલ
ગાંધીએ આ બાબતે મૌન તોડવાની માંગ કરી હતી.
જો કે, રાહુલ ગાંધીએ 23 જૂને બફર ઝોન મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને
પત્ર મોકલ્યો હતો, જેમાં
જણાવ્યું હતું કે ઇકો-સેન્સિટિવ ઝોનની જાળવણી અંગેના SCના ચુકાદાને કારણે વાયનાડ સંસદીય
મતવિસ્તારની આસપાસ વ્યાપક વિરોધ થયો છે.
તેમણે નોંધ્યું,
"પશ્ચિમ ઘાટના સૌથી ગીચ વસ્તીવાળા પ્રદેશોમાંના એક
તરીકે, આવા
પ્રતિબંધો સ્થાનિક સમુદાયોની તેમના જીવનધોરણને સુધારવાની ક્ષમતાને અવરોધે
છે."
"હું
કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે ચુકાદાથી પ્રભાવિત થઈ શકે તેવી સ્થાનિક
સમુદાયોની ચિંતાઓને દૂર કરે અને આપણા લોકોની કાયદેસર વિકાસલક્ષી જરૂરિયાતો સાથે
સંરક્ષણના લક્ષ્યોને સંતુલિત કરવા પ્રત્યે અમારી સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર
કરે," ગાંધીએ
પીએમને લખેલા તેમના પત્રમાં જણાવ્યું હતું. .

