RAJKOT : ઉપલેટામાં ધોધમાર વરસાદથી લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી,

0

 Rain in Gujarat : ઉપલેટા શહેરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.




Rajkot : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા અને શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી લોકોના ઘરમાં વરસાદના પાણી ઘુસી ગયા છે.  
ઉપલેટા શહેરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વોર્ડ નંબર સાત રામદેવપીરના મંદિર પાસે ડગલી વાડીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી પલળી ગઈ હતી

સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને  ખેતીને લાભ થયો અને  ડેમોમાં નવા નીર આવ્યાં છે. મોરબીમાં પોણો ઈંચ વરસાદ પડતા  મુખ્યમાર્ગો પર જળબંબાકાર થયો હતો. જામનગર જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે. કાલાવડ પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાતા મકાનોના છાપરા ઉડયા. સૌરાષ્ટ્રમાં આજે જુનાગઢ, સોમનાથ, રાજકોટ, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લામાં વંટોળ-વિજળી સાથે ભારે વરસાદની  આગાહી હતી. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top