પ્રધાનમંત્રી મોદી (PM Modi )બે દિવસ ગુજરાત (Gujarat)પ્રવાસે આવી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પરથી પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર રાજભવન રવાના થયા છે. અમદાવાદ એરપોર્ટ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા.
18 જૂને હીરાબાના 100 વર્ષ પુરા થશે. પ્રધાનમંત્રી મોદી તેમના માતા હીરાબાને મળવા માટે જશે. જેને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી 18મીએ સવારે 8 વાગ્યે હેલિપેડ ગાંધીનગરથી પાવાગઢ જવા રવાના થશે. પાવાગઢમાં મહાકાળીનાં મંદિરે ધ્વજારોહણ કરશે. બાદમાં વડોદરા ખાતે જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 18 તારીખે વડોદરાથી પ્રધાનમંત્રી મોદી સુરત અને ઉધના રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત કરશે. સુરત રેલવે સ્ટેશન 1100 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. 1100 કરોડમાંથી રેલવે 800 કરોડ જ્યારે ગુજરાત સરકાર 300 કરોડ આપશે. જ્યારે ઉધના 212 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થશે. સુરત ઉધના સ્ટેશન માટે ટેન્ડરની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે.
બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્ત માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે આખરી ઓપ આપ્યો છે. 5000 પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગ રહેશે. બે હજાર મહિલા પોલીસ ઉપરાંત બહારના બે હજાર પોલીસ કર્મીઓ બંદોબસ્ત માટે તૈનાત રહશે. 20 આઇપીએસ, 35 ડીવાયએસપી,100 પીઆઇ બંદોબસ્તમાં તૈનાત રહશે. એસઆરપીની પાંચ કંપની પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે. 12 ઘોડેસવાર, એનએસજી કમાન્ડો સાથે ચેતક કમાન્ડો અને ક્રાઇમ બાન્ચ, એસઓજી, પીસીબીની ટિમો પણ હાજર રહશે. એસપીજીએ સભા સ્થળ અને રૂટનું નિરીક્ષણ કરી શહેર પોલીસના બંદોબસ્તની વિગતો મેળવી હતી. બૉમ્બ સ્કવોડની 10 ટિમો દ્વારા સભા સ્થળે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


.png)