ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. ગુજરાત ગૌરવ સંમેલનમાં સ્થાનિક નેતાઓ અને મંત્રીઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોદીએ કહ્યું કે, 5 લાખ લોકો આજે સભામાં હાજર છે. ઉનાઈ માતાને નમન કરી આપ સૌનો આભાર માનું છું. ભુપેન્દ્ર પટેલ અને સીઆર ની જોડી આજે કામ કરી રહી છે. જે મુખ્યમંત્રી સમયે હું ન કરી શક્યો એ મારા સહયોગીઓ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનું જીવન આસાન બનાવવામાં આવશે. વીજળી પાણી સડક તમામ સુવિધા આપવામાં આવશે. આ બધી વિકાસ યોજનાને લઈ ગુજરાતના લોકોને અભિનંદન આપું છું. 8 વર્ષ પહેલા તમે લોકોએ ચૂંટી મને દિલ્લી મોકલ્યો હતો. આજે 8 વર્ષમાં સરકારે તમામ લોકો માટે કામ કર્યા છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, સૌથી વધુ સમય સરકાર ચલાવી તેઓએ વિકાસ કર્યો જ નથી. વિકાસના કામ માટે મહેનત કરવી પડે છે. 8 વર્ષમાં વીજળી, આવાસ, ગેસ સિલિન્ડર શુદ્ધ પીવાનું પાણી આપવામાં સફળ થયા છે. ટીકાકરણ કરવા માટે લોકોને દૂર સુધી જવું પડતું. સરકાર લોકો સુધી પહોંચી.સૌનો સાથ સૌનો વિકાસ ને ધ્યાને રાખી ગરીબ કલ્યાણના કામો કર્યા છે. કોઈપણ ગરીબ કોઈ યોજનાના લાભ થી છૂટે નહીં તે ધ્યાન રાખવાની છે. આદિવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો.
સીઆર પાટીલ ભુપેન્દ્ર પટેલની ટીમને શુભેચ્છા આપી. ચીખલી આવીએ ત્યારે જૂની યાદ તાજી થાય. હું પહેલા આવ્યો ત્યારે આટલા દિવસ ચીખલીમાં રહ્યો પણ ભુખા રહેવાની નોબત ન પડી. આજે આદિવાસી સમાજ પર્યાવરણ નું રક્ષણ કરનારા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ એસ્ટોલ યોજનાનાનું લોકાર્પણ કર્યું હતું. આ સિવાય વિવિધ વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કર્યું હતું. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીખલી તાલુકાના ભડવેલ ગામ ૨૦૦૦ કરોડથી વધુની યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.



.png)