PANCHMAHAL : ઘોઘંબા તાલુકાના સાજોરા ગામમાં એક જ પરિવારના 12 સભ્યોને ફુડ પોઇઝનિંગ, એકની હાલત ગંભીર

0

 ભજીયા ખાધા બાદ તમામ 12 લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હતી.




Panchmahal  : પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સાજોરા ગામમાં એક જ પરિવારના 12 સભ્યોને ફુડ પોઇઝનિંગ થયું છે.  મળતી માહિતી મુજબ  ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના વાવકુલ્લી ફળિયાના એક જ પરિવારના 12 સભ્યોને ફુડ પોઇઝનિંગની અસર થઇ હતી, જે  બાદ  તમામને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. 

ભજીયા ખાધા બાદ 12 લોકોને ફૂડ પોઇઝનિંગ 
ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના વાવકુલ્લી ફળિયાના રહીશ રમણભાઇ  ભીખાભાઈના ઘરે મેહમાન આવ્યાં હતાં. ઘરે મહેમાન આવતા તેમના જમણવારમાં  ભજીયા બનાવ્યાં  હતા. આ  ભજીયા મહેમાન સહિત ઘરના અન્ય સભ્યોએ આરોગતા  તમામને ફૂડ પોઇઝનિંગ અસર થઇ હતી. ભજીયા  ખાધા  બાદ એક કલાક વીત્યા બાદ  તમામ ને ગભરામણ અને ઉલ્ટી-ઝાડાની એક સાથે ફરિયાદ ઉઠતા  તાત્કાલિક નજીકના ખાનગી દવાખાને લઈ જવાયા હતા. પરંતુ  ફૂડ પોઇઝનિંગની અસર જણાતા તમામ ને 108 એમ્બયુલેન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માંટે ખસેડવામાં આવ્યાં હતા. 

12 લોકોમાંથી એકની હાલત ગંભીર                                                
ખોરાકી ઝેરની અસર થતા એક બાળકી સહિત 12 જેટલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમની  સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન એક વ્યક્તિની હાલત ગંભીર જણાઈ આવતા  વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ખોરાકી ઝેરની અસર પામેલા અન્ય તમામ લોકોને સમયસર સારવાર મળતા તમામની હાલતમાં સુધાર જોવા મળ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top