Navsari: ઓરડા વગર શાળા પ્રવેશ મહોત્સવ! આ ગામના લોકોએ નોંધાવ્યો વિરોધ

0

 

નવસારી: રાજ્યમાં શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે. જો કે આ દરમિયાન વિપક્ષી દળો રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. પૂરતા પ્રમાણમાં ઓરડા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર.




નવસારી: રાજ્યમાં હાલમાં શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે. જો કે આ દરમિયાન વિપક્ષી દળો રાજ્યમાં શિક્ષકોની ઘટને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ ચીખલી તાલુકામાં આવેલા સાદડવેલ ગામે સરપંચ અને ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ દરમિયાન ગીત ગાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાળાની જર્જરિત ઇમારત ઉતારી દેવાયા બાદ નવા ઓર્ડર ન બનતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. 

પૂરતા પ્રમાણમાં ઓરડા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં ઓરડા ન બનતાં પ્રવેશ મહોત્સવ દરમિયાન ગામના સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. બાળકોના ભવિષ્ય માટે ગ્રામજનો સરકાર સામે મેદાને પડ્યા છે. ઉનાળાના ચાર ચાર મહિના ગયા છતાં નવા ઓરડા નથી આવ્યા, સરકાર વાત માનતી નથી એવું ગીત ગાયને વિરોધ નોંધાવ્યો છે. જો ઓરડા બનાવવાની માંગણી ન સંતોષવામાં આવે તો શાળાને તાળુ મારી બાળકોને ઘરે ભણાવવાની ચીમકી આપી છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top