Gujarat corona updates: રાજ્યમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા, જાણો ક્યાં શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ ?

0

 

ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે  વધુ નવા 351 કેસ નોંધાયા છે.




Gujarat Corona Update :  ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે  વધુ નવા 351 કેસ નોંધાયા છે. આજે 248 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.  અત્યાર સુધીમાં કુલ 12,16,967 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 34,231 રસીના ડોઝ અપાયા હતા.

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા 

રાજ્યમાં આજે નોંધાયેલા 351 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 155, સુરત કોર્પોરેશન 71, વડોદરા કોર્પોરેશન 30, ગાંધીનગર કોર્પોરેશન 12, વલસાડ 11, જામનગર કોર્પોરેશન 9, નવસારી 9, સુરત 8, ભાવનગર કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 

248 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2566 થયા 

રાજ્યમાં આજે  કોરોનાથી મુક્ત થઇને 248 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,967  દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2566 થયા છે.  આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top