અમદાવાદ: શહેરના થલતેજમાં આવેલ ઉદગમ સ્કૂલમાં ધોરણ-7ના 4 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં ક્લાસના અન્ય વિદ્યાર્થીને સ્કૂલે નહીં આવવાની સૂચના આપવામાં આવી છે.
CoronaVirus: અમદાવાદ શહેરના થલતેજમાં આવેલ ઉદગમ સ્કૂલમાં ધોરણ-7ના 4 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં ક્લાસના અન્ય વિદ્યાર્થીને સ્કૂલે નહીં આવવાની સૂચના આપવામાં આવી છે. થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલના ધોરણ-7 ડીના એક સાથે ચાર વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તકેદારીના ભાગરૂપે ક્લાસ રૂમ બંધ કરી સેનિટાઈઝ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલના ધોરણ-7 ડીના એક સાથે ચાર વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તકેદારીના ભાગરૂપે ક્લાસ રૂમ બંધ કરી સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 155 કેસ નોંધાયા છે. આ સાથે એક સપ્તાહમાં કેસનો આંક એક હજારને પાર કરી ગયો છે. છેલ્લા એક સપ્તાહથી 100થી વધુ કેસ નોંધાઈ છે. આ ઉપરાંત દેશમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં આવેલા ઉછાળાને પગલે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે અને રાજ્યોને પત્ર લખ્યો છે.



.png)