Corona : રાજ્યમાં કોરોના વાયરસના કેસ ફરી 400ને પાર, જાણો આજે ક્યાં કેટલા કેસ નોંધાયા

0

 

Gujarat Corona Update : રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 166 કેસ નોંધાયા છે.




Gujarat Corona Update :  ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 23  જૂને રાજ્યમાં 416 નવા કેસ નોંધાયા બાદ ગઈકાલે 24 જૂને 380 કેસ નોંધાયા હતા તો આજે 25 જૂને ફરીવાર 400થી વધુ નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે 25 જૂનના રોજ કોરોના વાયરસના નવા 419 કેસ નોંધાયા છે. 

આજે ક્યાં કેટલા કેસ નોંધાયા 
રાજ્યમાં આજે નોંધાયેલા 419 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 166,  સુરત શહેરમાં 62, વડોદરા શહેરમાં 35, ભાવનગર શહેરમાં 30, સુરત જિલ્લામાં 22, વલસાડમાં 13 અને જામનગર શહેરમાં 10  કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 

218 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 2299 થયા 
રાજ્યમાં આજે 25 જૂને કોરોનાથી મુક્ત થઇને 218 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,16,463 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 2299 થયા છે, જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 2297 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી. 

દેશમાં કોરોનાના નવા 15,940 કેસ નોંધાયા 
ભારતમાં જૂન મહિનાની શરૂઆતથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. છેલ્લા 24  કલાકમાં 15,940 નવા કેસ અને 20 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 91 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top