સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ થતા તારાજી, ગામોમાં ઘર, વીજપોલ, વૃક્ષો ધરાશાયી

0

 

પ્રાંતિજ અને હિંમતનગરના કેટલાક ગામડાઓમાં વાવાઝોડાએ તોફાન મચાવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.



 જીલ્લાના (rain in Sabarkantha) પ્રાંતિજ અને હિંમતનગરના કેટલાક ગામડાઓમાં વાવાઝોડાએ તોફાન મચાવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હિંમતનગરનું (Himmatnagar) આકોદરા ગામ આમ તો ડીજીટલ વિલેજ (Gujarat Digital village) છે. ભારતની પ્રથમ એનિમલ હોસ્ટેલ પણ અહિં આવેલી છે. ત્યારે બપોરના સમયે અચાનક જ વાવાઝોડુ આવતા ભારે નુકસાન સર્જાયુ હતુ.



જેમાં 10 જેટલા મકાનોના પતરાઓ ઉડી ગયા હતા તો વીજ પોલ પણ ધરાશાઈ થયા હતા. આ સાથે અનેક ઝાડ પણ જમીનદોષ થતા નુકસાન સર્જાયુ હતુ. એનિમલ હોસ્ટેલના પતરા પણ ઉડી ગયા હતા તો પશુઓનો ઘાસચારો રાખેલી જગ્યાનો સેડ પણ ઉડી ગયો હતો. જેથી પશુઓનો ઘાસચારો પણ બગડી ગયો છે.

પ્રાંતિજના છાદરડા અને વિલાસ પુરા ગામે પણ વાવાઝોડુ ત્રાટક્યું હતુ. છાદરડા ગામમાં આવેલ ૧૦ જેટલા મકાનોનાં પતરા ઉડી ગયા હતા. તો પતરા ઉડીને પશુઓ પર પડતા બે પશુઓને ઈર્જાઓ થઈ હતી. તો છાદરડા ગામે વાવાઝોડા ને કારણે વીજપોલ પણ ધરાશાઈ થયા હતા અને ગામમાં વીજળી ગુલ થઈ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top