કેપ્ટન રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં રમશે કે નહીં ? સામે આવ્યુ મોટુ અપડેટ

0

 સામે આવેલા અપડેટ પ્રમાણે, હાલમાં કેપ્ટન રોહિત શર્મા કોરોના પૉઝિટીવ છે અને આઇસૉલેશનમાં છે. આજે સાંજે રોહિત શર્માનો કોરોના વાયરસને ટેસ્ટ કરવામાં આવશે. 




India Vs England Edgabston Test: આગામી 1લી જુલાઇથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ એઝબેસ્ટૉનમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માના રમવા પર શંકા છે, કેમ કે રોહિત હાલમાં કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. પરંતુ હવે રોહિતને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આજે સાંજ સુધીમાં સ્થિતિ ક્લિયર થઇ જશે. 

સામે આવેલા અપડેટ પ્રમાણે, હાલમાં કેપ્ટન રોહિત શર્મા કોરોના પૉઝિટીવ છે અને આઇસૉલેશનમાં છે. આજે સાંજે રોહિત શર્માનો કોરોના વાયરસને ટેસ્ટ કરવામાં આવશે. 

જો રોહિત શર્માનો રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તેને એઝબેસ્ટૉન ટેસ્ટમાં રમવાની પુરેપુરી સંભાવના છે. બીસીસીઆઇની સિલેક્શન કમિટીના ચેરમેન ચેતન શર્મા આજે બર્મિંઘમ પહોંચી રહ્યાં છે. ચેતન શર્મા ટીમ ઇન્ડિયાના કૉચ રાહુલ દ્રવિડની સાથે મળીને રોહિત શર્માના રમવા પર ફેંસલો લેશે.  

ઇનસાઇટ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, રોહિત શર્માના રમવા પરર ફેંસલો આજે સાંજ જ લેવામાં આવશે. સિલેક્શન કમિટીની એક મેમ્બરે કહ્યું કે, -રોહિત શર્મા હજુ સુધી આઇસૉલેશનમાં છે, જો બુધવારે રોહિત શર્માનો રિપોર્ટ નેગેટિવ આવે છે, તો તે મેચ માટે ઉપલબ્ધ રહેશે. તે મેચ માટે ફિટ છે અને નેગેટિવ આવવા પર કોઇ સમસ્યા નહીં રહે.

ઉલ્લેખનીય છે કે, જો રોહિત શર્મા ટેસ્ટમાં નથી રમી શકતો તો ટેસ્ટ ટીમની કમાન અનુભવી બૉલર જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી શકે છે, આ ઉપરાંત ઋષભ પંત પણ આ માટે દાવેદાર છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top