બે દિવસીય બ્રિક્સ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયામાં ભારતીય સ્ટોર્સ ખોલવા માટે વાતચીત ચાલી રહી છે.
ચીન દ્વારા આયોજિત બે દિવસીય BRICS સમિટ બુધવારથી શરૂ થઈ હતી. વર્ચ્યુઅલ રીતે આયોજિત 14મી બ્રિક્સ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું કે રશિયામાં ભારતીય સ્ટોર્સ ખોલવા માટે વાતચીતનો રાઉન્ડ ચાલી રહ્યો છે.
બ્રિક્સ સમિટમાં બોલતા પુતિને કહ્યું કે રશિયા અને બ્રિક્સ દેશોના વેપારી સમુદાયો વચ્ચેના સંપર્કમાં નોંધપાત્ર વધારો થયો છે. રશિયામાં ભારતીય સ્ટોર્સ ખોલવા.માટે વાટાઘાટો ચાલી રહી છે. જોકે, પુતિને એ સ્પષ્ટ કર્યું નથી કે રશિયામાં ભારતીય સ્ટોર્સની કઇ ચેઇન ખુલશે.
આ સાથે ચીનના બજારોમાં ચીનની કાર, સાધનો અને હાર્ડવેરને મોટી સંખ્યામાં લાવવા માટે વાતચીત ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. આ સાથે બ્રિક્સ દેશોમાં રશિયાની હાજરી વધી રહી છે.
રશિયા, બ્રિક્સ દેશોના વેપારમાં 38 ટકાનો વધારો થયો છે
તેમણે કહ્યું કે 2022ના પ્રથમ ત્રણ મહિનામાં રશિયા અને બ્રિક્સ દેશો વચ્ચેના વેપારમાં 38 ટકાનો વધારો થયો છે. બ્રિક્સ દેશો સાથે રશિયાનો વેપાર વધીને $45 બિલિયન થઈ ગયો છે.
રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાના ભારતના નિર્ણયથી અમેરિકા સહિતના પશ્ચિમી દેશો સાથેના સંબંધો પર અસર પડી છે. તે પણ જ્યારે ભારતની કુલ તેલ આયાતમાં રશિયન તેલનો હિસ્સો બે ટકાથી વધુ રહ્યો નથી. ભારતે રશિયાના તેલ ખરીદવાના નિર્ણયનો પણ બચાવ કર્યો છે. ભારતનું કહેવું છે કે યુરોપ પ્રતિબંધો છતાં રશિયા પાસેથી તેલ અને ગેસની નિકાસ કરી રહ્યું છે.
.png)


.png)