ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ઘરમાં યુવતી સાથે હતા ને પત્નિએ પહોંચીને કર્યો તમાશો, નેતા પોલીસ પોલીસ બૂમો પાડતા રહ્યા.........

0
 એક દિગ્ગજ નેતા નો પતિ પત્ની ઔર વો નો કિસ્સો સામે આવતા ગુજરાત કોંગ્રેસ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ છે. મધ્ય ગુજરાતના એક દિગ્ગજ નેતાના ઘરે તેમની પત્ની પહોંચી ત્યારે તેમના ઘરમાં અન્ય યુવતી મળી આવતા રાતભર હોબાળો થયાના અહેવાલો ખાનગી વેબ પોર્ટલ ઉપર વહેતા થયા છે. અહેવાલો પ્રમાણે આ નેતાનો તેમની પત્ની સાથે લાંબા સમયથી પારિવારિક અને સંપત્તિને લઇ ઝઘડો ચાલી રહ્યો છે. 



જે વીડિયો વેબ પોર્ટલ ઉપર અપલોડ થયો છે અને વાયરલ પણ થઇ રહ્યો છે તેમાં નેતાને તેમની પત્ની જબરદસ્ત ખખડાવતી નજરે  પડી રહી છે. નેતા પોલીસ બોલાવું પોલીસ બોલાવું તેવી બૂમો પાડતા રહે છે અને આખો તમાશો રેકોર્ડ થયો છે. આ વીડિયો એબીપી અસ્મિતાને હાથ પણ લાગ્યો છે. પરંતુ આ પારિવારિક ઝગડો  હોવાના કારણે  જ્યા સુધી પ્રતિક્રિયા નહિ આવે અને સ્પષ્ટતા નહિ થાય ત્યાં સુધી અમે તે નેતાનું નામ અને દ્રશ્યો સીધી રીતે દર્શાવી નથી રહ્યા. પરંતુ જાહેર જીવનના આ વ્યક્તિ હોવાના કારણે નૈતિક મૂલ્યોની પણ ચકાસણી જરૂરી છે ત્યારે આશા રાખીએ કે નેતા તેમજ કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top