ભાજપમાં જોડાતા જ આ નેતાએ દારુને લઈને આપ્યું વિવાદિત નિવેદન

0
પૂર્વ મંત્રી ખુમાનસિંહ આજે કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. જો કે ભાજપમાં જોડાતા જ તેમણે વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપમાં જોડાયેલા પૂર્વ મંત્રી ખુમાનસિંહે કહ્યું કે, મારુ વ્યક્તિગત રીતે આજે પણ માનવું છે કે ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઈએ. આ અગાઉ ખુમાનસિંહે ગુજરાતમાં ખરાબ દારૂ મળે છે તેવી રજુઆત કરીને દારૂબંધી હટાવી લેવા માટેની રજુઆત કરી હતી. ખુમાનસિંહના આ નિવેદન બાદ હવે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.



અમિત શાહનો દીકરો BCCIનો તાનાશાહ બની બેઠો છે
Subramanian Swamy on IPL 2022: બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ IPL 2022માં ગોટાળા થયાનો આરોપ લગાવ્યો છે. તેને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે. નેતાના ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર કેટલાય યૂઝર્સ IPL 2022ના પરિણામો પર સવાલો ઉઠાવવા લાગ્યા છે. કેટલાક યૂઝર્સ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાના સંજૂ સેમસનના નિર્ણયને પણ કંઇક ગોટાળા સાથે જોડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સની ટીમે આઇપીએલ 2022નો ખિતાબ જીત્યો છે, આ ખિતાબ જીત્યા બાદ વિવાદો શરૂ થઇ ગયા છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top