Ahmedabad News : છેલ્લા આઠ વર્ષમાં અમદાવાદમાં 41,000 થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા છે.
Ahmedabad : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અનુપમ 'સ્માર્ટ' સ્કુલનું લોકાર્પણ કર્યું. આ અવસરે મુખ્યપ્રધાને બાળકોની સાથે બેસીને શૈક્ષણિક પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું. બાળકોને જોયફુલ લર્નિંગનો અનુભવ આપવા અહીં કલરફુલ બેઠક વ્યવસ્થા, સુંદર ચિત્રકામ, રમતગમતની વ્યવસ્થા સહિતની સુવિધાઓ છે.
41,000 થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં
આવ્યા : મુખ્યપ્રધાન
આ અવસરે મુખ્યપ્રધાને કહ્યું કે સરકારી શાળાઓમાં મળી રહેલ આધુનિક
સુવિધા અને ગુણવત્તાસભર શિક્ષણને કારણે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ
મેળવવાનો રિવર્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષમાં અમદાવાદમાં 41,000
થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા છે.
.png)

.png)