સેનામાં ભરતી પ્રક્રિયામાં થયેલા ફેરફારોને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. દેશના જુદા જુદા ભાગોમાં દેખાવકારો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. તેલંગાણાના સિકંદરાબાદમાં 'અગ્નિપથ'ના વિરોધ દરમિયાન એક યુવકનું મોત થયું છે. તો બીજી તરફ, 13 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
વાસ્તવમાં બિહારથી શરૂ થયેલો આ વિરોધ દેશના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયો છે. આજે સવારે જ મોટી સંખ્યામાં યુવા પ્રદર્શનકારીઓ સિકંદરાબાદના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન ટોળાએ ટ્રેનમાં તોડફોડ કરી હતી અને ટ્રેનને આગ ચાંપી દીધી હતી. આંદોલનકારીઓએ પથ્થરમારો પણ શરૂ કર્યો હચો, જેને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો હતો.
લખીસરાય રેલવે સ્ટેશન પર તોડફોડ કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે, સરકારના નિર્ણયના વિરોધમાં ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે સવારે આંદોલનકારીઓએ બિહારના સમસ્તીપુર અને લખીસરાય રેલવે સ્ટેશન પર પણ તોડફોડ કરી હતી અને ટ્રેનને આગ ચાંપી દીધી હતી. અનેક એસી કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. સાથે જ રેલવે ટ્રેક પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. તોડફોડના કારણે ઘણી રેલ્વે ટ્રેનો પ્રભાવિત થઈ છે.


.png)