કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય

0
 જરાત સરકારે  કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને સહાય મામલે અગ્રતાક્રમ માટે મોટો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્યના ગૃહવિભાગે ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ અનુસાર કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને 25 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. અવસાન પામેલા પોલીસ કર્મચારીના પત્ની અથવા પતિ, વિકલાંગ સંતાન, ત્યારબાદ અન્ય સંતાન અને ત્યારબાદ મૃતકના માતા પિતાને સહાય મળી શકશે. કોઈ પણ જાતની આવક મર્યાદા વગર જુના ઠરાવને ધ્યાને રાખી  રાજ્યના ગૃહ વિભાગે સહાય ચુકવવા ઠરાવ કર્યો છે. 


પોલીસ વિભાગના આ કમર્ચારીઓનો સમાવેશ 
રાજ્યના ગૃહવિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ કોરોનાકાળ દરમિયાન કોરોનાથી સંક્રમિત થયેલા અને મૃત્યુ પામેલા પોલીસદળ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, GRD, ટ્રાફિક બ્રિગેડ, જેલ તંત્રના સુરક્ષા કમર્ચારી અને અધિકારીના અવસાનના કિસ્સામાં તેમન આશ્રિત, પરિવારને 25 લાખની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top