મોંઘા ઈંધણથી પરેશાન લોકો હવે ઈ-વાહનો તરફ વળી રહ્યા છે. ઈ-પોલીસીની ઘોષણા પહેલા શહેરમાં 1,000 ઈ-વ્હીકલ હતા, ઈ-વ્હીકલ પોલિસીના આઠ મહિનામાં ઈ-વ્હીકલની સંખ્યા વધીને 11,500થી વધુ થઈ ગઈ છે. નવેમ્બર 2021 માં, દુબઈમાં વર્લ્ડ એક્સ્પોમાં 190 દેશોએ ભાગ લીધો હતો, જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઈ-મોબિલિટી વિષય પર એક કાર્યક્રમમાં “સુરત સિટી ઈ-વ્હીકલ પોલિસી-2021” ની જાહેરાત કરી હતી. આ દેશની પ્રથમ ઈ-વ્હીકલ પોલીસી છે. પોલિસીના આઠ મહિનામાં લોકો ઈ-વ્હીકલ ખરીદવા માટે પ્રેરિત થઈ રહ્યા છે.
આગામી ચાર વર્ષમાં 40 હજારથી વધુ ઈ-વ્હીકલ હશે
, દેશમાં ઈ-વાહનોમાં સુરતનો હિસ્સો એપ્રિલ 2022માં 3.0 ટકાથી વધુ હતો. ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનમાં રાજ્યના તમામ શહેરોમાં સુરત ટોચનું સ્થાન ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ઇલેક્ટ્રિક વાહનોના લક્ષ્યાંકમાંથી 20 ટકા એટલે કે 40,000 ઇલેક્ટ્રિક વાહનો આગામી ચાર વર્ષમાં શહેરમાં હશે. શહેરમાં 150 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.
.png)


.png)