કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે 1 જુલાઈથી શરૂ થઈ રહેલી બર્મિંગહામ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. તેના સ્થાને જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. બુમરાહ તેની કારકિર્દીમાં પ્રથમ વખત કોઈ ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે. બુધવારે રોહિતનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ગુરૂવારે તેની ફરીથી તપાસ કરવામાં આવશે.
કપિલ દેવ બાદ બુમરાહ ભારતનો પ્રથમ ઝડપી બોલર કેપ્ટન હશે. કપિલે છેલ્લે સપ્ટેમ્બર 1986માં ટેસ્ટ ક્રિકેટમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. એટલે કે 36 વર્ષ પછી કોઈ ફાસ્ટ બોલર ટેસ્ટ ક્રિકેટમાં ટીમની કમાન સંભાળશે.
આ માટે ભારત પાસે ત્રણ વિકલ્પ છે. પહેલો વિકલ્પ મયંક અગ્રવાલ છે. રોહિતને કોરોના સંક્રમિત થયા બાદ મયંક ઉતાવળે ટીમ સાથે જોડાઈ ગયો છે. બીજો વિકલ્પ કેએસ ભરત છે. લિસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચમાં ભરતે સારી બેટિંગ કરી હતી અને ભારતની પ્રથમ ઇનિંગમાં 70 રન બનાવ્યા હતા.
ત્રીજો વિકલ્પ ચેતેશ્વર પૂજારા હોઈ શકે છે. પૂજારા નંબર 3 પર બેટિંગ કરી રહ્યો છે અને તે ઓપનિંગ કરવામાં સક્ષમ છે. પૂજારાએ ભારત માટે 6 વખત ઇનિંગ્સની શરૂઆત કરી છે.



.png)