ડાંગ દરબારનો પ્રારંભ

0

 

રાજવીઓની શોભાયાત્રા, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.





ડાંગના ઐતિહાસિક અને ભાતિગળ પરંપરાને ઉજાગર કરતા ડાંગ દરબાર-2022’ નો આજથી પ્રારંભ કરાશે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજવીઓને સાલિયાણા અર્પણ કરવાના ઐતિહાસિક કાર્યક્રમ પૂર્વે જિલ્લા સેવા સદનથી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા નીકળશે. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે આહવાના રંગ ઉપવનમાં 11 વાગ્યે મહાનુભાવોના હસ્તે ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનું ઉદ્દઘાટન કરાશે.

આ અવસરે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, સાંસદ ડો.કે.સી.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રવાસન વિભાગના સૌજન્યથી યોજાઇ રહેલા ડાંગ દરબારના લોકમેળામા સૌને પધારવા, ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ અનુરોધ કર્યો હતો.

ડાંગના રાજવીઓ તથા ભાઉબંધોને 30 લાખનુ પોલિટિકલ પેન્શન ચૂકવાશે
ડાંગ દરબાર ગાઢવી સ્ટેટના રાજવી કિરણસિંગ યશવંતરાવ પવારને રૂ.1,26,898, તપતરાવ આનંદરાવ પવાર-દહેરને રૂ.86,391, છત્રસિંગ ભંવરસિંગ સૂર્યવંશી-અમાલા (લીંગા)ને રૂ. 95,816, ત્રિકમરાવ સાહેબરાવ પવાર-પીંપરીને રૂ.1,04,316 તથા ધનરાજસિંહ ચંદ્રસિંગ સૂર્યવંશી-વાસુર્ણાને રૂ. 77,739 વાર્ષિક સાલિયાણુ અર્પણ કરાશે. આમ, ડાંગના પાંચ રાજવીઓને કુલ રૂ. 4,91,160નુ સાલિયાણુ અર્પણ કરવા સાથે, 9 નાયકો અને 432 ભાઉબંધોને અંદાજિત રૂ.25,08,840નું વાર્ષિક પોલિટિકલ પેન્શન મળી, કુલ 30 લાખ જેટલુ સાલિયાણુ ચૂકવવામા આવનાર છે.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top