જાપાનના
વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. કિશિદાએ કહ્યું
કે જાપાન આગામી 5 વર્ષમાં ભારતમાં 3.2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કિશિદા શનિવારે બે દિવસની મુલાકાતે
ભારત પહોંચ્યા હતા.
જાપાનના પીએમે
પહેલા દિવસે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન
બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ પછી બંનેએ 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો.
કોન્ફરન્સમાં
પીએમ મોદીએ કહ્યું કે જાપાનના પીએમ અમારા જૂના મિત્ર છે. જાપાનના વડાપ્રધાન બન્યા
બાદ અને પીએમ મોદીને પહેલીવાર મળ્યા બાદ ફ્યુમિયો કિશિદાની આ પ્રથમ ભારત મુલાકાત
છે.
વિદેશ સચિવ
હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન કિશિદાએ આજની
બેઠકમાં યુક્રેન મુદ્દે પણ ચર્ચા કરી. બંને દેશોએ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા
સંઘર્ષ અને માનવીય સંકટ અંગે ચર્ચા કરી હતી. તેના શાંતિપૂર્ણ ઉકેલ પર પણ ભાર
મૂક્યો હતો.
મોદીએ કહ્યું- ભારતમાં જાપાનીઝ કંપનીઓને શક્ય તમામ મદદ કરશે
ઈન્ડિયા-જાપાન ઈકોનોમિક ફોરમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રગતિ, સમૃદ્ધિ અને ભાગીદારી એ ભારત-જાપાન સંબંધોના પાયાના પથ્થર છે. અમે ભારતમાં જાપાનીઝ કંપનીઓને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત-જાપાન વચ્ચેની આર્થિક ભાગીદારીમાં પ્રગતિ થઈ છે. જાપાન ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે.
ભારત-જાપાન 'વન ટીમ-વન પ્રોજેક્ટ' તરીકે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ
કોરિડોર પર કામ કરી રહ્યું છે. આજે અમારી ચર્ચાએ અમારા પરસ્પર સહયોગને નવી ઊંચાઈએ
લઈ જવાનો માર્ગ મોકળો કર્યો છે. દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપરાંત, અમે ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન
કર્યું. અમે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચોમાં અમારું સંકલન
વધારવાનો પણ નિર્ણય લીધો છે.
કિશિદાએ કહ્યું-
યુક્રેન-રશિયા વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલની જરૂર છે, જ્યારે જાપાનના વડા પ્રધાન કિશિદાએ કહ્યું કે આજે ઘણી ઘટનાઓને કારણે
સમગ્ર વિશ્વ હચમચી ગયું છે, ભારત અને જાપાન વચ્ચે ગાઢ ભાગીદારી
હોવી ખૂબ જરૂરી છે. અમે અમારા વિચારો વ્યક્ત કર્યા, યુક્રેનમાં રશિયાના યુદ્ધ વિશે વાત કરી. આપણને આંતરરાષ્ટ્રીય કાયદાના
આધારે શાંતિપૂર્ણ ઉકેલની જરૂર છે. બંને દેશોએ ખુલ્લા અને મુક્ત ઈન્ડો-પેસિફિક માટે
પ્રયત્નો વધારવા જોઈએ. જાપાન ભારત સાથે મળીને વિશ્વમાં યુદ્ધનો અંત લાવવાના
પ્રયાસો ચાલુ રાખશે અને યુક્રેન અને તેના પડોશી દેશોને મદદ કરશે.
મોદીએ કહ્યું- ભારતમાં જાપાનીઝ કંપનીઓને શક્ય તમામ મદદ કરશે
ઈન્ડિયા-જાપાન ઈકોનોમિક ફોરમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રગતિ, સમૃદ્ધિ અને ભાગીદારી એ ભારત-જાપાન સંબંધોના પાયાના પથ્થર છે. અમે ભારતમાં જાપાનીઝ કંપનીઓને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત-જાપાન વચ્ચેની આર્થિક ભાગીદારીમાં પ્રગતિ થઈ છે. જાપાન ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે.
પીએમ મોદીને
ક્વાડ સમિટમાં આમંત્રણ
જાપાનના વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બંને દેશો સાયબર સુરક્ષામાં સહયોગ અંગે સમજૂતી પર પહોંચ્યા છે. ભારત જાપાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે. હું ટોક્યોમાં ક્વાડ સમિટ બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપું છું.
મોદીએ કિશિદાને
શુદ્ધ ચંદનમાંથી બનેલી 'કૃષ્ણ પંખી' ભેટમાં આપી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને 'કૃષ્ણ પંખી' ભેટમાં આપી હતી. તે શુદ્ધ ચંદનના લાકડામાંથી બનાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની વિવિધ મુદ્રાઓ તેની બાજુઓ પર કલાત્મક આકૃતિઓ દ્વારા દર્શાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'પંખી' પરંપરાગત સાધનોનો ઉપયોગ કરીને કોતરવામાં આવી છે અને તેની ટોચ પર હાથથી કોતરેલી મોરની આકૃતિ છે જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. આ 'કૃષ્ણ પંખી' રાજસ્થાનના ચુરુમાં કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે.
છેલ્લી સમિટ 2018માં ટોક્યોમાં યોજાઈ હતી.
જાપાનના વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બંને દેશો સાયબર સુરક્ષામાં સહયોગ અંગે સમજૂતી પર પહોંચ્યા છે. ભારત જાપાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે. હું ટોક્યોમાં ક્વાડ સમિટ બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને 'કૃષ્ણ પંખી' ભેટમાં આપી હતી. તે શુદ્ધ ચંદનના લાકડામાંથી બનાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની વિવિધ મુદ્રાઓ તેની બાજુઓ પર કલાત્મક આકૃતિઓ દ્વારા દર્શાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'પંખી' પરંપરાગત સાધનોનો ઉપયોગ કરીને કોતરવામાં આવી છે અને તેની ટોચ પર હાથથી કોતરેલી મોરની આકૃતિ છે જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. આ 'કૃષ્ણ પંખી' રાજસ્થાનના ચુરુમાં કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી છે.
છેલ્લી સમિટ ઓક્ટોબર 2018માં ટોક્યોમાં યોજાઈ હતી. ભારત અને જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક અને ઈન્ટરનેશનલ પાર્ટનરશિપના દાયરામાં બહુપક્ષીય સહયોગ ધરાવે છે.વિશ્લેષકો કહે છે કે ત્યારથી પ્રાદેશિક પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયો છે. ટેમ્પલ યુનિવર્સિટીના ટોક્યો કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના સહયોગી પ્રોફેસર જેમ્સ બ્રાઉનના મતે, જાપાનના દૃષ્ટિકોણથી ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટોક્યો સમજી રહ્યું છે કે માત્ર યુએસનું લશ્કરી સાથી હોવું પૂરતું નથી.
આવતા વર્ષે માર્ચમાં છ ભારતીય ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ જાપાન જશે.જાપાનીઝ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝના વિશ્લેષકો કહે છે કે, "મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રદેશને સુનિશ્ચિત કરવા માટે જાપાનના અભિયાનમાં ભારત સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે." આ વિમાનો જાપાનને મોકલવામાં આવશે.

.png)