ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલા જીતાલી ગામનો યુવક મેહુલ ડાહ્યાભાઈ વસાવા દેવમોગરા મંદિરે દર્શન કરી જીતાલી ખાતે પરત ફરી રહ્યો હતો. ત્યારે ડેડીયાપાડાના નિંગટ ગામ આવેલ રામેશ્વર હોટલ પાસે મરનાર યુવક મેહુલ વસાવા રોડ ક્રોસ કરી રહ્યો હતો.
એક સફેદ કલરની અજાણી સ્વીફટ કારના ચાલકે યુવકને અડફેટે લઈ અકસ્માત કરી કાર લઈ ફરાર થઈ ગયો હતો. જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. જેની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

.png)