વ્યારા તાલુકા ના ટીચકપુરા ખાતે મેટાસ એડવેન્ટીસ્ટ સ્કૂલ ટીચકપુરા વેસ્ટ માંથી બેસ્ટ સહિત અન્ય પ્રોજેક્ટનું પ્રદર્શન

0
વ્યારા તાલુકા ના ટીચકપુરા ખાતે આવેલ મેટાસ એડવેન્ટીસ્ટ સ્કૂલ ટીચકપુરામાં સિનિયર કેજીથી લઇ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા 700 જેટલા ગણિત, વિજ્ઞાન , પર્યાવરણ, વેસ્ટ માંથી બેસ્ટ, વેસ્ટ કચરા નિકાલ,ખેતી વિષયક, માનવ શરીરની અંગ રચના અને શરીરના અંગો નાં કામ કરવાની પદ્ધિતીઓ સહિત અન્ય વિષયો પર પ્રોજેક્ટ બનાવ્યા હતા. 





વ્યારા ખાતે ઈનોસાયન્સ-વિજ્ઞાન દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ સિનિયર કેજીથી લઇ ધોરણ 12ના બાળકોએ તૈયાર કરેલ 700થી વધુ કૃતિઓ રજૂ કરી હતી. શાળાના આચાર્ય સુનિલકુમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે ઈનોસાયન્સ-વિજ્ઞાન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ NEPમાં સૂચવ્યા અનુસાર વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્ય નો વિકાસ થાય, વિદ્યાર્થીઓની વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ વધે, વિજ્ઞાન ટેકનોલોજીથી અભિમુખ થાય, વિજ્ઞાન દ્વારા થતા લાભો અંગે જાગૃત થાય તેમજ આપણા રોજબરોજના જીવનના વિવિધ તબક્કે વિજ્ઞાનની ઉપયોગીતા સમજે એ હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top