અંબાલાલ પટેલની આગાહી! આ વાવાઝોડું તો ટ્રેલર છે, ગુજરાતમાં 2023નું વર્ષ સાઇક્લોન વર્ષ બની રહેશે!

Study Material
0
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી હતી. હોળીના વરતારા પરથી અંબાલાલ પટેલે અગાઉથી જ કહી દીધું હતું કે આ વર્ષ ભારે બની રહેવાનું છે. અને અનેક કૃદરતી પ્રકોપનો સામનો કરવો પડશે.

હવામાન વિભાગે ગુજરાતમાં બે વાવાઝોડા અને વરસાદને લઇને એક મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ બાદ સામાન્ય વરસાદ વરસશે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિલોમીટરના ઝડપે પવન ફંકાશે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી હતી. હોળીના વરતારા પરથી અંબાલાલ પટેલે અગાઉથી જ કહી દીધું હતું કે આ વર્ષ ભારે બની રહેવાનું છે. અને અનેક કૃદરતી પ્રકોપનો સામનો કરવો પડશે. હવે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વર્ષ 2023 વાવાઝોડુંનું વર્ષ બની રહેશે. તેમના મતે, ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વાવઝોડાની શક્યતા દર્શાવી છે.

અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.

અંબાલાલ પટેલે કરી હતી આઆગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હોળી જોઈને આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, તેની માહિતી આપી હતી. અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે.

ચોમાસા દરમિયાન અન્ય વિઘ્નો આવશે
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાનું પ્રમાણ વધશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી દર્શાવી નહોતી.

અંબાલાલ પટેલે અગાઉ જ આગાહી કરી નાંખી હતી કે, વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમામ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જેની અસર અન્ય લોકો પર પણ થાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top