વ્યારા નગરના વિવિધ સોસાયટીમાં છેલ્લા કેટલા દિવસથી ચોરો આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ગત રોજ વ્યારા નગરને અડીને આવેલા મુસા અને ચીખલી રોડ પર ચોરો આવ્યા હોવાની બૂમ પડી જતા સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા બીજી તરફ વ્યારા પોલીસ દ્વારા પણ ચોરને પકડવા માટે ટીમ સાથે સજ્જ થઈ ગયા હતા.
જોકે ચોરો ભાગી જતા પોલીસ અને લોકોની મહેનત એડે ગઈ હતી. પોલીસ દ્વારા રાતે દરમિયાન સઘન પેટ્રોલિંગ વધારી આ વિસ્તારમાં પેઢા પડેલા તસ્કરોને જલ્દી પકડે એ જરૂરી બન્યું છે. વ્યારા નગર નજીક આવેલ મુસા રોડ અને ચિખલી રોડ પરની વિવિધ સોસાયટીઓમાં અવર નવર ચડ્ડી બનિયાન ધારી ટોળકીએ આવી ને ભય નો માહોલ ઉભો કરી ને પોલીસ ને પડકાર ફેંકી રહી છે.
પોલીસ ની સાથે વ્યારા નગર ના સોસાયટી વિસ્તારનાં રહીશોને રાત્રીનાં ઉજાગરા કરવા મજબુર કરી દીધા છે. ગત રોજ વ્યારાના મુસા રોડ પર શિવશક્તિ નગરમાં ચડ્ડી બનિયાન ધારી ત્રાટકયાના મેસેજથી શનિવારની રાત્રીએ આશરે 10વાગ્યાનાં અરસામાં પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. જોત જોતામાં મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ચોર ઘુસ્યો હોવાની માહિતીનાં આધારે વ્યારા પોલિસ હથિયાર સાથે આવી બંધ બંગલાને ચારે તરફ કોડન કરી લીધો હતો.પોલીસે સજાગતા દાખવી દરવાજો ખોલી પોલીસ બંગલાની અંદર ઘુસી હતી, પણ કાંઈ હાથ આવ્યું ન હતું. જેને લઈ પોલિસ નિરાશ થઈ હતી. વ્યારા પંથક ની વિવિધ સોસાયટીઓમાં અવારનવાર રાતે દરમિયાન ચોરો ફરી રહ્યા ના વિડિયો પણ બહાર આવી રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં લોકોની ઊંઘ ઊડી ગઈ છે. સુરક્ષા ને લઈને સ્થાનિકો રાત્રે મોડે સુધી જાગી રહ્યા છે.


.png)