તો T20 World Cup ની ટીમમાંથી કોહલીની થશે વિદાય! વિકલ્પ શોધી રહ્યું છે બીસીસીઆઈ

0
ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ટી20 વિશ્વકપ રમાવાનો છે. ઓક્ટોબરમાં રમાનાર આ વિશ્વકપ માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે સીરિઝથી તૈયારી શરૂ કરવાની છે.


નવી દિલ્હીઃ ભારતીય બેટર વિરાટ કોહલી છેલ્લા અઢી વર્ષથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. આગામી ટી20 વિશ્વકપને જોતા વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. આ વચ્ચે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે. ઈંગ્લેન્ડ સિરીઝમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડી આગામી ટી20 વિશ્વકપ માટે પોતાની દાવેદારી મજબૂત કરશે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે શું વિરાટ કોહલી આ સિરીઝમાં ફોર્મમાં પરત ફરશે?

વિરાટ કોહલીનું સતત ફ્લોપ થવું ચિંતાનો વિષય
હકીકતમાં તે માનવામાં આવી રહ્યું છે કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ વિરાટ કોહલી માટે એક સારી તક છે. જો કોહલી આ સીરિઝમાં સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહે તો ટી20 વિશ્વકપને ધ્યાનમાં રાખી ભારતીય ટીમ માટે રાહતના સમાચાર હશે. પરંતુ જો કોહલી સતત ફ્લોપ રહે તો આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય પસંદગીકારો અન્ય વિકલ્પ પર વિચાર કરી શકે છે. આ બાબતે બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કોહલી લાંબા સમયથી ભારત માટે રમી રહ્યો છે. તે વાતમાં કોઈ શંકા નથી કે કોહલી શાનદાર ખેલાડી છે. પરંતુ સતત ફ્લોપ થવું એક ખતરાની ઘંટી છે.

કોહલીનો વિકલ્પ શોધી રહ્યું છે BCCI...
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ટી20 વિશ્વકપ રમાશે. ઓસ્ટ્રેલિયા આ વિશ્વકપની યજમાની કરવાનું છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ટી20 વિશ્વકપ માટે બીસીસીઆઈ વિરાટનો વિકલ્પ શોધી રહ્યું છે. તેથી ઈંગ્લેન્ડ સામે ટી20 સીરિઝ કોહલી માટે ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. તો ઈંગ્લેન્ડ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે અને ટી20 સીરિઝ રમશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top